________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેની પાડોસણ બહુ આશ્ચર્ય પામી હને બેલાવવા માટે મારી પાસે આવી. તેથી તરતજ હું તે બાલક પાસે ગયે, મને જોઈ તે બે માતુલ! દક્ષિણ દિશામાં સ્થાવરમાતંગને ત્યાં ઘરફ્રિકાની પાસે તેની સ્ત્રીને આજે પુત્ર જન્મે છે. માતંગી બહુ પુત્રના દુઃખથી પીડાએલી છે તેથી તેનું મુખ મરડીને મારી નાંખશે, એટલા માટે તમે જલદી ત્યાં જાઓ અને તેને પાંચ સોના મહોરો આપી બાળ હત્યાને બચાવ કરે. વળી તમારે માતંગીને વિશેષમાં કહેવું કે ઘી, ગોળ, ચોખા વિગેરે જે જોઈએ તે આ રૂપીઆનું લાવીને નિર્વાહ કર પણ આ બાળકને માર નહીં. એ પ્રમાણે માતંગીને ત્યાં જઈ સર્વ બંદોબસ્ત કરી હું પાછો શેઠાણીને ત્યાં આવ્યું. એટલે તે બાળક વિનયપૂર્વક બોલ્યા, મામા! મહને ઓળખે કે નહીં ? સમયસાગરસૂરિએ વાસિત ભેજનનું વૃત્તાંત પૂછવા જેની પાસે તમને મેકલ્યા હતા તે જ હું માતંગ છું.
જ્યારે તમે હારી પાસે આવ્યા તે સમયે તમને સાધર્મિક જાણું ભેજનદાન આપવાથી તેમજ પૂર્વ કર્મના પ્રભાવથી અને પૂર્વે મનુષ્પાયુષ બાંધેલું હોવાથી કોલેરાના રેગથી મરીને અહીં હું ઉત્પન્ન થયો છું, વળી જેને તમે દ્રવ્ય આપીને મૃત્યુ મુખમાંથી બચાવ કર્યો તે, ધનસાર શ્રેષ્ઠો મરી ને માતંગીને ત્યાં જન્મે છે. કારણકે તેણે કંઈ પણ નવીન પુણ્ય ઉપાર્જન ન કર્યું અને પૂર્વોપાર્જિત પુણ્યનું ભાગ્ય કાળ આવી રહ્યો તેથી તેની આ સ્થિતિ આવી. માટે હું માતુલ! ધર્મ કાર્યમાં તમને પ્રમાદિ જોઈ તહારી માતાએ હંમેશાં ઉપદેશ આપે કે પુત્ર! વાસિત ભૂજન કરવાથી તું દુ:ખી થઈશ. તેમજ સૂરિએ પણ ધનસારની પ્રતીતિથી બોધ થશે એમ જાણું તમને અહીં મોકલ્યા. માટે હે મામા ? જેમ ધનસાર શ્રેષ્ઠિ વાસિત પુણ્યભેગવવાથી
For Private And Personal Use Only