________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૧૫) ધનમાંજ સમય વ્યતીત કરતા હતા, તેઓ પણ થોડા સમય પછી જીન ભગવાને કહેલા ધર્મ માર્ગના અનુસાર મરણ વિશ થયા. તેમની વિરહ વેદનાને લીધે બહુ દુઃખી થએલો હું તેમણે બતાવેલા માર્ગે ચાલતે હતો પરંતુ ગૃહચિંતામાં વ્યાકુલ થવાથી ધર્મકાર્યમાં પ્રમાદી થયે. જ્યારે હું દુકાનેથી ઘેર આવતે ત્યારે તરત જ હારી માતા સુંદર દાળ ભાત મિષ્ટાન્ન ઘેબર વિગેરે ઉત્તમ રસોઈ કરી જમાડતી અને વળી પિરસતી વખતે તે હુને નિત્ય કહેતી હતી કે પુત્ર ? વાસિત ( ઠંડુ) ભજન કરવાથી તું બહુ દુઃખી થઈશ. જનનિ ! હમેશાં તું તાજી રસોઈ કરી હુને જમાડે છે; છતાં તું વાસિત ભેજનને કેમ ઠપકો આપે છે? એમ હે પૂછયું તે પણ તે મૌન રહી. કંઈ પણ પ્રત્યુત્તર આવે નહીં અને દરરોજ તે પ્રમાણે બોલ્યા કરતી. એક દિવસે બહુ આશ્ચર્ય થવાથી બહુ આગ્રહ પૂર્વક મહે
તેને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે વત્સ! સમયસાગરસૂરિ. તું સમયસાગર સૂરીશ્વરની પાસે જા અને
પૂછ. હાલ તેઓ ઉદ્યાનમાં પધાર્યા છે, આ વાત તેઓ સારી રીતે સમજાવશે. તે સાંભળી તરતજ હું સૂરીશ્વરની પાસે ગયે. વિનયપૂર્વક અભિવંદન કરી હું પૂછવાને વિચાર કરતો હતો તેટલામાં પોતાના જ્ઞાનથી મહારા હદયનો સર્વ અભિપ્રાય જાણી તેઓ બોલ્યા, રે વણિક! તું જે પૂછવાની ઈચ્છા કરે છે તેને ઊત્તર શુભાકપુર નગરમાં ચેટકદેવ જેને સિદ્ધ એલે છે એ સ્થાવર નામે ચાંડાલ શ્રાવક હુને આપશે.
આ પ્રમાણે મુનીન્દ્રનું વચન સાંભળતાં મહને મહેસું આશ્ચર્ય થયું કે જેઓ જ્ઞાન ચક્ષુથી સમસ્ત વૃત્તાંત જાણે છે, છતાં તેઓ આ વાતને ખુલાસે મહને આપતા નથી. માટે તેમાં કંઈ
For Private And Personal Use Only