________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ કારણ હોવું જોઈએ. એમ વિચાર કરતે હું અનુક્રમે શુભા કપુર નગરમાં ગયે.
નગરની બહુ સુંદરતાને લીધે બજારનો દેખાવ તો હું ધનસાર શેઠ.
ચૌટામાં ચાલતું હતું, તેટલામાં જરીદેવી
(વૃદ્ધાવસ્થા) ના આગમનથી જેનાં સર્વ અંગ જીર્ણપ્રાય દેખાતાં હતાં, જીર્ણ અને મલિન વસ્ત્ર તે પણ ઢીંચણ દેખાય તેવી રીતે પહેરેલું, રોમરાજીમાં કાળાશ તે બીલકુલ દેખાતી જ નહતી, જેના શરીરની નાડીઓ ખુલી દેખાતી હતી, પગના નખ બહુ કઠિન અને મર્યાદા ઉપરાંત વધવાથી વાનરના નખ સમાન દેખાતા હતા, તેમજ હાથની આંગળીઓના નખ પરસ્પર અથડાતા હતા, અહીં ચાવેલી સેપારી વસ્ત્રના છેડે બાંધતા હતા, જેની નાસિકાના કેશ બહાર લબડતા દેખાતા હતા, બહુ પરસેવાથી ભીંજાએલાં મલિન વસ્ત્રોવડે જેનું શરીર ચીકણું થયું હતું, વળી ખરીદેલા કરિઆણુના બાકી રહેલા પૈસા માગતા ગ્રાહકો સાથે ખરાબ દુર્વચનની વૃષ્ટિ પૂર્વક બહુ કંકાસ કરતા અને ધૂળ વિગેરેથી શુદ્ધ કરવા માટે ધાન્યના ટોપલા મહા કષ્ટ ઉપાડી પવનમાં ઉપણ ધનસાર નામે શેઠ એક મહાટી દુકાનમાં મહે જે. નગરના લોકોએ “પણ પિતામહ” એવું તેનું ઉપનામ ઠરાવ્યું હતું. મહેં હેની પાસે જઈ પૂછ્યું, જીન મતમાં શ્રદ્ધાલુ અને ચેટક સિદ્ધ સ્થાવર નામે કઈ ચાંડાલ અહીં રહે છે? વ્યાપારના ધ્યાનમાં બરાબર સાંભળ્યા વિના શેઠ બોલ્યા. બોલો શું જોઈએ છીએ? જે જોઈએ તે દુકાનમાંથી લાવી બતાવું ? ફરીથી પણું હે તેજ પ્રમાણે બહુ હેટા શબ્દથી પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે હા, તે અહીં રહે છે, તેના દ્વારમાં ઘંટી પડેલી છે. તેનું ઘર પણ પ્રસિદ્ધ છે. એમ સાંભળી ઘંટીની નીશાની ધ્યાનમાં રાખી હું માતંગને ઘેર
For Private And Personal Use Only