________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
બિલ (ખાડા) સમાન જાણે છે. તેથી આ કાર્ય માટે આપને જ પ્રયાસ કરવો ઉચિત છે. આ પ્રમાણે રાણીનું વચન સાંભળી નરેંદ્ર કાર્યવિમૂઢ થઈ
- બેઠે હતો, તેટલામાં કેપભવનમાં એકદમ દેવદર્શન, પ્રકાશ પ્રસરી ગયા. તે જોઈ રાજા વિસ્મિત
થઈ ચારે તરફ દષ્ટિ ફેરવવા લાગે તે ભવન, દ્વારમાં પ્રવેશ કરતા દિવ્ય કાંતિમય બે દેવતાઓ તેની દષ્ટિ ગોચર થયા. જેઓના ગંડસ્થલ રત્નમય કુંડલાની કાંતિથી ચળકતા હતા અને જેમની દિવ્યકાંતિથી વાસભવન પ્રકાશિત થયું હતું વિગેરે દિવ્ય ચિહેપરથી આ બને દેવ છે એમ જાણી રાજા વિસ્મત થઈ અદ્ભુત્થાનાદિ સત્કાર કરી વિનયપૂર્વક બેલ્ય. આ૫ કોણ છે ? આપને અહીં પધારવાનું શું કારણ? આપના ચરિત્ર રૂપી અમૃતપાન કરવામાં આ શ્રવણપુટ ઘણે ઊત્સાહ ધરાવે છે. તેઓમાંથી એક દેવ બોલ્યો, રાજન? હાલમાં અમે બન્ને
સોધર્મદેવલોકમાં રહીએ છીએ અને અમે અનિષ્ટ દશન. બન્ને ઈંદ્રના સામાનિક દેવ છીએ. વળી જે
કારણને લીધે અમે અહીં આવ્યા છીએ તે પણ હાલ સાવધાન થઈ ક્ષણમાત્ર તું સાંભળ, નરેન્દ્ર ! મહા આનંદ સાગરમાં નિમગ્ન થઈ અમે બન્ને પિતાના વૈભવનુસાર અખં ડિત વિષયસુખ દીર્ઘ સમય સુધી અનુભવ્યું, ત્યાર બાદ કદાચિત્ અમારા દુર્દેવને લીધે સ્વાભાવિક સ્વર્ગ સુખના સંભોગને ભંગ કરનાર દુષ્ટ અમંગલેની શ્રેણુઓ આ પ્રમાણે પ્રગટ થઈ છે. જેમકે બહુ સુગંધ આપતી અને નિરંતર વિકસ્વર અમારા કંઠ પીઠમાં રહેલી પુષ્પમાલા પણ અમારા ભાવી દીર્ઘ પ્રવાસના દુ: ખને લીધે કરમાઈ જાય છે. ભવિષ્યકાલમાં અમારું સંસાર નગરમાં પ્રયાણ થશે એમ જાણી પ્રથમથી જ જાણે પ્રયાણ કર્યું હોય ને શું ! તેમ શાસન લક્ષમી પણ પોતાના પરિજન ઊપર
For Private And Personal Use Only