________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કામનો પરાજ્ય કર્યો છે, એવા શેષ શ્રી અજીતનાથાદિ તીર્થકરોને અમારા નમસ્કાર. સુપાર્શ્વનાથ ભગવાનનું આ ચરિત્ર હોવાથી ગ્રંથકાર નિર્વિઘતા માટે પુન: પૃથક તેમનું મંગલાચરણ કરે છે-હે ભવ્ય પ્રાણીઓ ! જેમના મસ્તક પર શેષનાગે ધારણ કરેલી સ્કુરણયમાન પાંચ ફણાઓ રૂપી મુકુટ શોભે છે, જેના કિરણરૂપી દીપવડે અનુપમ મેક્ષ માર્ગને બતાવતા હોય ને શું ? એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર.
જેઓની શિક્ષારૂપ તર્જની આંગળી અવલંબીને કાવ્ય સર્વાદિક સ્તુતિ. માર્ગમાં હું મંદમંદ પ્રવેશ કરું છું, તેવા
" ગુરૂઓના ચરણ કમળમાં મહારા નમસ્કાર. નિર્મલ અંગોપાંગ સંબંધી ગુણેથી સુશોભિત અને ત્રણ લોકના પિતામહ-બ્રહ્માના મુખ કમળમાં નિવાસ કરતી શ્રુતદેવીસરસ્વતી દેવી આ કાર્યમાં મહને સહાય કરે. ગંભીર અને વિશુદ્ધ પદ એટલે શબ્દ (પયસૂ–પાણું) ને વહન કરતી, તેમજ વિબુધજન એટલે પંડિત જન (દેવતાઓ) ના હૃદયને આનંદ આપતી, કવિઓમાં કુલગિરિ સમાન ઈંદ્રભૂતિ–પ્રથમ ગણધર મહારાજની સરસ્વતી–વાણી ( નદી) ને નમસ્કાર કરૂં છું. જેના સમાગમથી અન્ય પ્રબંધરૂપ સમુદ્રો પણ મધુરતા વહન કરે છે એવી કથારૂપી નદીનું વૃત્તાંત સાંભળી કોણ આનંદ ન પામે ? વિકસ્વર રસભાવથી ભરેલી મને હર જેમની વાણી ભુવનરૂપી રંગમંડપમાં ચિરકાલ નૃત્ય કરી રહી છે, એવા હરિભદ્ર સૂરીશ્વરનું સદૈવ કલ્યાણ ઈચ્છીએ છીએ. શ્રીમત્ જીવદેવસૂરિની વાણુને પ્રાકૃત પ્રબંધના કવિએજ નહીં, પરંતુ દેવતાઓ પણ પોતે કલ્પવૃક્ષની મંજરી માફક શ્રવણ ગોચર કરે છે. અહીં હારે સજજનેની પ્રથમ સ્તુતિ કેવી રીતે કરવી ? જેઓ ફક્ત દષ્ટિગોચર થએલા લેશમાત્ર પણ પ્રબંધગત ગુણને
For Private And Personal Use Only