________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरु
श्रीमद बुद्धिसागरसूरिचरणसरोजेभ्यो नमः ॥
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
— – (અનુવાદક–પ્રસિદ્ધવક્તા પંન્યાસજી શ્રી અજીતસાગરજી ગણી.).
કામ, ક્રોધ, લેભ અને મેહ વિગેરેના વિજયરૂ૫ નાટ્ય
પ્રબંધમાં ચતુર્વિધ સંઘને પાત્ર કલ્પી નિપુણ મંગલાચરણ. અને નવીન સૂત્રધારની માફક શ્રી આદિનાથ
ભગવાન જયવંત વર્તે છે. વળી જેમની સ્કંધ ઊપર શુકલધ્યાનરૂપ અગ્નિથી બળતા કમેધનની ધમશ્રેણી સમાન કુટિલકેશની છટાઓ શોભી રહી છે, એવા શ્રી આદીશ્વર ભગવાનને વારંવાર નમસ્કાર, ત્રણે લોકની લક્ષમીદેવીના વિલાસ રૂપ તિલક સમાન તેમજ અતિ રમણીય અને સુપવિત્ર જેમનું તીર્થ કે જે આધુનિક સમયમાં લેકેને આનંદ આપી રહ્યું છે, એવા વીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર. જેઓની બુદ્ધિમાં કોઈ પ્રકારને ભેદ નહી છતાં પણ સમસ્ત કળાઓમાં નિપુણ, નિર્ગુણ દશામાં વર્તતા છતાં પણ જેઓ સમગ્ર ગુણેના આધાર અને શારીરિક રાગથી વિમુકત થઈ જેઓએ સર્વથા
For Private And Personal Use Only