________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
પાંચમા પ્રશ્નમાં-પાખંડી સંસ્તવાતિચાર–માં પાખંડીઓના પરિચયથી થતું નુકશાન, તેથી કેટલું ભવભ્રમણ વધે છે તથા મનુષ્ય એ અતિચારના સેવનથી કેટલાં ભવભ્રમણ દુઃખ વેઠે છે તે પર પ્રભુએ ભીમકુમારનું દ્રષ્ટાંત આપ્યું છે.
છઠ્ઠા પ્રશ્નમાં પાખંડી પ્રશંસાતિચાર-પાખંડીઓની પ્રશંસાથી મંત્રી તિલક પેઠે મનુષ્ય મહાદુઃખને પામી ઘણું ભવભ્રમણ વધારે છે. તે સંબંધ ઘણી કુશળતાથી પ્રભુએ સમજાવ્યો છે.
સાતમા પ્રશ્નમાં—દાનવિર્ય રાજાએ પ્રભુને પૂછેલે પ્રશ્ન બહુ સુન્દર છે. અણુવ્રતાદિ પાળવામાં અતિચારના ગુણ તથા દેશનું વર્ણન દ્રષ્ટાંત સહિત સમજાવવા પ્રભુને વિનવે છે. વિશ્વોપકારક પ્રભુએ, વિજયચંદ્ર કુમાર સાવદ્ય આરંભનો ત્યાગ કરી જીવન પર્યત મન, વચન ને કાયાથી નિરપરાધી સ્થૂલ જીવની હિંસા સંક૯પથી પણ કરતા-કરાવતા નથી તે વિશાળ રાજ્ય રિદ્ધિ પામી છેવટે મોક્ષ પામે છે તે બતાવ્યું છે.
આઠમા પ્રશ્નમાં–આધાતિચાર–કારણ વિના તિર્યંચને બંધમાં રાખવા માટે બંધુરાજની પેઠે બહુ પીડાઓ ભોગવી અંતે મહા દુર્ગતિના ભોકતા થશે. એ જણાવ્યું.
શ્રી દાનવિર્ય નૃપે નવમા પ્રશ્નમાં–વધાતિચારનો પ્રશ્ન કરતાં પ્રભુએ તે પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત આપતાં, ક્રોધાયમાન થઈ ઢેકુ, પાષાણ કે દંડાદિક વડે જે મનુષ્ય પ્રાણીઓ પર પ્રહાર કરે છે તે મનુષ્ય શ્રી વત્સદ્ધિજની માફક ભયંકર ઘેર સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સમજાવ્યું.
દશમા પ્રશ્નમાં–છવિચ્છેદાતિચાર, ત્રીજા અતિચાર વિષે પૂછતાં–પ્રભુ તે દષ્ટાંત સાથે સમજાવે છે. ગળાની ચામડી, કાન, વૃષણ વિગેરે પ્રાણીઓના અવયવનું જે પુરૂષ છેદન કરે છે, તે રાહડ મંત્રીની માફક સંસારચક્રમાં મહા ભયંકર કદ ભગવી અતિ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તે કથા વિસ્તારથી કહે છે.
અગીયારમા પ્રશ્નમાં–ચતુર્થ અતિચાર વિષે, નિર્દયપણે પ્રાણીઓ પર બહુભાર ભરી, જીવને દુઃખી કરે છે, તે પર સુલસ શ્રેણીનું દષ્ટાંત વિસ્તારે વર્ણવી બતાવ્યું છે.
For Private And Personal Use Only