SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ખચ બહુ શુદ્ધભાવથી સાધમિક બુદ્ધિએ કરી તેને ભોજન આપ્યું. તેના પ્રભાવથી ચાર રૂપિઆને બદલે ધનસારના પુત્રપણે ચાર કટિ દ્રવ્યને તે સ્વામિ થયો. તેજ બે દેવ ચંદ્રલેખાની કુક્ષિએ અવતરી જયસુન્દર અને સુન્દરીપણે ઉપજે છે. એકદા કેઈ કિન્નર જોડલાના મુખે દિવ્ય સંગીત સાથે શુભકરી નગરીના નૃપ સમરસિંહનાં યશગાન સાંભળી જયસુન્દરી વિંધાય છે ને તેનું પાણગ્રહણ ઈચ્છે છે કે કેટલીક મુશ્કેલીઓ પછી તે સમરસિંહને પરણે છે. આ લગ્નના પરિણામે જયસુદરીની કુક્ષિ નંદિષણ નામે મહા પુણ્યશાળી ને તેજસ્વી પુત્ર જન્મે છે. અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને અનેક રાજકન્યાઓ સાથે પરણાવી સમરસિંહે નંદિને રાજય સેંપી, શ્રાવકની અગીયાર પડિમાએ વહી, મુનિધર્મ ગ્રહી, ઉગ્ર તપશ્ચર્યા આદરી, અનશન કરી, પોતે લાંતક ક૯૫માં દેવ થયા. નંદિષણને શશીપ્રભા રાણથી ધનકુમાર નામે પુત્ર થાય છે, તે યૌવન પામતાં નંદિષણ તેને રાજ્ય લેવા આગ્રહ કરી પ્રવજ્યા લેવા તૈયાર થાય છે, પણ પિતૃ સ્નેહી ધનકુમાર પિતાને રેકે છે. પણ જ્યારે થોડા વખત પછી પાછા ચારિત્રના ભાવ વર્તે છે. ત્યારે તે પોતાના પુત્રને કહે છે કે “જરાપી રાક્ષસી સમસ્ત અંગોને ગ્રહણ ન કરે અને રોગરૂપી નિર્દય સર્પ ઉગ્ર દેશ ન કરે તેટલામાં રે જીવ ! ધર્મારાધનમાં ઉઘુક્ત યા !” આમ છે માટે હવે હું આ રાજ્ય તને સાંપુ છું. ત્યાં શ્રી નંદનજી ને પધારવાની વધામણી આવતાંજ રાજા પુત્રને રાજ્યભાર સોંપી પ્રભુ પાસે જાય છે ને ત્યાંજ દિક્ષા અંગીકાર કરે છે. અને તિર્થંકર ભગવાન, સિદ્ધભગવાનને શ્રી સંઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરવા લાગ્યા. મુનિઓની સેવા કરવા લાગ્યા તથા ભવિજીવોને ઉપદેશથી તારવા લાગ્યા. બહુ શ્રત મુનિઓની સેવામાં લીન થયા. તપશ્ચર્યામાં આસક્ત એવા મુનિઓને સહાય આપવા લાગ્યા. પોતાના શરીરની મમત્વ બુદ્ધિને સર્વથા લેપ કર્યો. વૈરાગ્ય ભાવનામાં ભિંજાવા લાગ્યા નિરંતર. બાર પ્રકારની તપશ્ચર્યા કરી બાહ્યાંતર શત્રુઓને છતી તેમણે વિધિપૂર્વક તિઈંકર ગાત્ર બાંધ્યું. ને શુદ્ધ અધ્યવસાયથી સમાધિમરણ વડે મહધી દેવપણે ઉપજ્યા. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy