________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
હવેથી હું આ પ્રમાણે નહીં કરું. મુનિએ કહ્યું, બહુ સારું, કેમકે યેગ્ય પ્રવૃત્તિ કરવામાં બહુ સાર છે. વળી હેશ્વેતર! સંઘના કાર્યોમાં હમેશાં હારે સહાય કરવી. જેથી આ ભવ અને પૂર્વભવમાં કરેલા પાપોથી તું મુક્ત થઈશ. તેમજ ધર્મમાં પણ બેધિલાભ સુલભ થશે. આ પ્રમાણે મુનિનું વચન અંગીકાર કરી તે વ્યંતર પોતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ પદ્મ સહિત શ્રેષ્ઠી પણ સભ્યકવાદિ અણુવ્રત ગ્રહણ કરી ઉત્તમ શ્રાવકપણું ધારણ કરી મુનિને વંદન કરી પોતાને ઘેર ગયો. મુનિ મહારાજ પણ ત્યાંથી વિહાર કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારબાદ ત્યાં કોઈ એક ધૂર્ત આવ્યો, તેણે અનેક યુક્તિઓ
વડે મુગ્ધ જનોને આશ્ચર્ય બતાવી પિતાને એકધર્તા. સ્વાધીન કર્યા. તેથી લેકમાં તેની બહુ
પ્રસિદ્ધિ થઈ ગઈ. તે વાત સાંભળી પદ્ય પણ એક દિવસ તેની પાસે ગયે. બહ કુતુહલ બતાવી તેને પણ તેણે પિતાને સ્વાધીન કર્યો. વળી તે પૂર્વે પવની આકૃતિ ઉપરથી જાણ્યું કે આ કેઈ ધનાઢ્યને પુત્ર છે, એમ જાણી તેણે ચમત્કારી કલની એક ટીપ તેને બતાવી. તે ટીપ્પણમાં પારે, ભંગરાજ, ઘેડાવજ, બ્રાહ્મી, તુલસી, સુંઠ, અને કાળીપાઠ વિગેરેના જુદા જુદા ફળ વાળા ક હતા. તેઓની સમજણ તે પૂર્વે પવને આપી કે કઈ કલ્પની એવી શક્તિ છે કે કલ્પસાધક પુરૂષનું દારિદ્રય નિર્દૂલ થાય છે. તેમજ કેઈ ક૯૫ વ્યાધિ તથા જરાને વિનાશ કરે છે. વળી કઈ કલ્પથી વધ્યા સ્ત્રીને પુત્ર થાય છે. તેમજ સૌભાગ્યદાયક અને અદશ્ય રૂપ કરવાના કેટલાક પ્રયોગ પણ છે, એમ પ્રપંચ કરી મુગ્ધ જને પાસેથી બહુ દ્રવ્ય ઉપાર્જન કરી તે ધ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારબાદ તે ધૂર્તના કહેવા પ્રમાણે પદ્ધ પિતાના ઘર આગળ તે કપિને પ્રયોગ કરવા લાગે.
For Private And Personal Use Only