________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
કરી. તે સાંભળી મંત્રીએ પેાતાના ઘરના સર્વ વિભાગ ખુલ્લા કરીને તે પુરૂષને બતાવ્યા અનેકહ્યુ કે અમારે ત્યાં તે આવ્યેાજ નથી. તેમજ સેનાપતિને પણ ત્હારે આ સર્વ સત્ય હકીકત કહેવી. વળી વધમાં એટલી મ્હારી પ્રાર્થના છે કે તમે સર્વે પણ જાણતા હશેા કે રાજસભામાં નરેદ્રની સમક્ષ નૈમિત્તિકે હુને આ દુ:ખ કહ્યું હતું. તેથી હું' આ પ્રમાણે ખ ંદોબસ્ત કરી ઘરમાં રહેલા અને મ્હારા પુત્ર પણ શું આ પ્રમાણે અકૃત્ય કરે ખરા ! પર ંતુ આ કામ કરનાર તા કાઇક ખીજો વિજ્ઞ પુરૂષ હોવા જોઇએ. કારણકે કાઇપણ જીવવાની ઇચ્છાવાળા પુરૂષ સર્પની ાવડેખણવાની ઈચ્છા કરે ખરા ! સમગ્ર કુટુંબ સહિત મ્હારા પ્રાણ પણ રાજાને આષીનજ છે. એમની ઈચ્છા હાય તે તે પણ ખુશીથી લઇ લે. વળી રાજભવનમાં મ્હે જે પેટી મૂકેલી છે તેમાં રાજ્યનાં સર્વ તત્ત્વ રહેલાં છે, તે પ્રમાણે પ્રથમથીજ મ્હે' રાજાને જણાવેલું છે. પરંતુ તેના અર્થ હવે હું નરેને સમજાવીશ. તેમજ તે પેટીની અંદર મ્હારી જ્યેષ્ઠ પુત્ર પણ રહેલા છે. તે હું રાજાને બતાવીશ. પછી નરેદ્રની જેવી ઇચ્છા હાય તે પ્રમાણે ખુશીથી કરે.
ત્યારબાદ તે સુભટે સેનાપતિની પાસે જઇ મંત્રીના કહ્યા પ્રમાણે સર્વ વૃત્તાંત તેને જણાવ્યું. સેનાપતિએ મત્રીના સત્કાર. પણ રાજાને તે સ હકીકત જણાવી. પછી મંત્રીને ખેલાવી નરેદ્રની રૂબરૂમાં તે પેટી ઉઘાડી, જેના હસ્તમાં કેશપાશ રહેલા છે એવા મત્રીપુત્રને પેટીમાં બેઠેલા જોઈ રાજા મલ્યા, હૈ ! ધૃત્ત ! આ શું? આ આશ્ચર્ય જોઇ મંત્રી પણ ચકિત થઇ ગયા અને એલ્યું કે હે રાજન ! આપને પ્રથમ નૈમિત્તિકે શું કહ્યું હતું ? વળી મ્હેં પણ પ્રથમથીજ આ પેટીમાં પુત્રને પુરીને સીલ કરી મહીં આપની સમક્ષ મૂકેલી છે એમ સર્વ વૃત્તાંત તેણે જણાવ્યું. ત્યારબાદ રાજા વિલક્ષ્ય થઈ
For Private And Personal Use Only