________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
આ મૂળ પદ્યબંધ ચરિત્ર પ્રથમ પાલણુપુર, મહેસાણા, પાલીતાણા અને જામનગરમાં સવિસ્તર વાંચવામાં આવ્યું, જેથી તેની રસિકતા દરેક ઠેકાણે શ્રેતાના હૃદયમાં સ્થિર થઇ અને તેથી તે દરેકને બહુ પ્રિય થઇ પડયું છે. તેમજ આ ચરિત્ર ઉપર અન્ય ઘણા મનુષ્યોનાં મન આકર્ષાયેલાં હાવાથી આધુનિક માતૃભાષામાં તેને અનુવાદ કરી તેઓની ઉકડા પૂર્ણ કરવા માટે પ્રથમ જણાવેલા સમયથી આ કામની શરૂઆત કરી, પરંતુ કેટલાંક કાર્યાંની અડચણને લીધે આ કાર્યમાં ધાર્યાં કરતાં અધિક સમય વ્યતીત થયા છે. અને છેવટે જામનગરમાં ખરતરગચ્છીય જ્ઞાનશાળામાં સ. ૧૯૭૯ નુ ચામાસુ રહી આ કાર્યંની સમાપ્તિ કરી છે. આ ગ્રંથ બહુ અદ્ભુત છે, શ્રોતા અને વાંચક્રને શાંત રસના ઝરા સમાન આનંદ આપે છે, વારંવાર વાંચવાથી દરેક પ્રસંગે વિશેષ પ્રકાશ પાડે તેવી ઘટના આ ગ્રંથમાં રચાયેલી છે. જો કે પ્રાકૃત સાહિત્યના પ્રથા અનેક ઉપલબ્ધ થાય છે; પરંતુ આની રચના કોઇ અપૂર્વ છે કે જેથી વાચકના મનને વિચારગ્રસ્ત કર્યા સિવાય રહે નહિ. વળી વિશદતાને માટે એની ઉપર સવિસ્તર વિવેચનની ખાસ જરૂર છે, પણ હાલમાં તેની ઉપેક્ષા રાખી વાચકૠગ ને છેવટે એકજ વિજ્ઞપ્તિ કરવાની છે કે
શ્રી વીર સ, ૨૪૫૦ સ. ૧૯૮૦ કારતક વદી અષ્ટમી ને શનીવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથમાં કોઇપણુ સ્થળે સ્ખલના કે આર્થિક કિલષ્ટતા જણાય તે તે સ્થળની હુને સૂચના આપવાથી દ્વિતીય આવૃત્તિમાં તે ઉપયાગી થઇ પડે. વળી વિશેષ અની સ્ફુટ નેટ નહીં આપતાં, આવશ્યક અને તે તે સ્થળે અર્ધ ચંદ્રાકાર કાઉસમાં ઉલ્લેખ કર્યો છે; તેમ છતાં અધિક નેટની જ્યાં આવશ્યકતા જગુાય તે સ્થળ લખી જણાવવા પ્રમાદ કરવા નિહ.
ૐ શાંતિઃ રૂ
લી॰ પં. અજીતસાગરજી ગણી. ખરતરગચ્છીય જૈન જ્ઞાનશાળા, મુ॰ નવાનગર્
®®®***
For Private And Personal Use Only