________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનસમાજને આનંદ આપે છે. પ્રાચીન સમયમાં જેન તરના જાણકાર મહાત્માઓ અવસરજ્ઞ અને ધર્મની પ્રવૃત્તિ વધારવા માટે કેવા ઉત્સાહી હતા, તે સંબંધી અનેક દષ્ટાંત તેમની કૃતિ ઉપરથી કિવા જૈન ઇતિહાસમાંથી પુરવાર થઈ આવે છે. વળી તેમનું જીવન બહુ ભવ્ય અને પ્રશંસનીય હતું, તેમજ કેત્તર ચારિત્ર ધારક, સર્વદા શુભ અધ્યવસાયથી સુશોભિત અને પ્રાણીઓનું કલ્યાણ સાધવામાં તેઓ ધુરંધર હતા. વળી તેમના વિશુદ્ધ ભાવે એટલી ઉચ્ચ કેટીમાં જાગ્રત્ હતા કે જેથી તેઓ શુભ સાધનની યોજનામાં અને શુભ વિચારણુમાં અચિંત્ય પ્રભાવવાળા હતા કે જેમના સદુપદેશથી જૈન ગ્રહ પણ સદાચાર, ન્યાય, એકનિષ્ઠા, સત્ય, પ્રેમ, ક્ષમા, પૈય, સદાગ્રહ અને સુવિચારની મૂર્તિરૂપ બનીને પોતાના જીવનને અત્યુત્તમ સુવાસમય, આનંદમય, દષ્ટાંતમય અને સુખમય કરી શકતા હતા, સંસાર ભારને તેઓ વહન કરતા હતા છતાં તેમની પ્રકૃતિ, સ્થિતિ અને સ્વાભાવિક સાદાઈ બહુ ઉચ્ચ પ્રકારની હતી, મનોબળની ગંભીરતા અતિ દૃઢ અને એમની મુખચંદ્રની પ્રસન્નતા નિરંતર અક્ષયરૂપમાં દેખાતી હતી, તે સમયે મુનિ અને ગૃહસ્થ એમ બંને ક્ષેત્રોની એટલી બધી ઉન્નતિ હતી કે જેથી અખિલ આર્ય ભૂમિમાં જેને ધર્મની જય પતાકા ફરતી હતી, એ બન્ને ક્ષેત્રના વિજય બળને લીધે બાકીનાં પાંચ ક્ષેત્રને પણ પૂર્ણ અભ્યદય દેખાતા હતા, તે સમયે જ્ઞાનરૂપી પુષ્યોદ્યાન નવીન પલ્લવોથી વિભૂષિત થઈ જેન પ્રજાવર્ગને પિતાના મનોહર, અમૃતમય અને આનંદમય સુગંધને આપતા હતા. વળી સર્વ સિદ્ધાંતોના તત્ત્વ વેદી અનેક વિદ્વાન મુનિઓ દરેક સ્થળે પિતાના ચરણારવિંદથી ભૂમિને પવિત્ર કરતા છતા ભવ્ય પ્રાણીઓને આહત ધર્મનો ઉપદેશ આપી પ્રતિબોધતા હતા. તે સમયના મુનિએમાં ગંભીરવેદિતા મર્મજ્ઞતા અને બોધ્ય બેધક ભાવની શકિતનો અદ્દભુત ચમત્કાર સ્થિરભાવે જોવામાં આવતા હતા. તેઓ આવા દિવ્ય બુદ્ધિવાળા હતા, પરંતુ તેમનું હૃદય અતિ સરલ, સુરસ, નમ્ર અને વિનય ગુણથી ભરપૂર હતું. વળી અભિમાન સુભટ તે રૂછ થયેલાની માફક તેમની દષ્ટિગોચર પણ થતો નહતો અને તેઓ નિરંતર સર્વ જનેને સામાન્ય રીતે સુલભ, સુગમ અને સાનુકૂલ દેખાતા હતા. આવા મહાન પુરૂષોની પ્રસાદીરૂપ
For Private And Personal Use Only