________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરને ગોષ્પદ સમાન ઈચ્છતા હોય, સાંસારિક તાપથી દૂર થવા ઉત્સુક હાય, અદ્વૈત આનંદ સુખના સદુદ્યાનમાં વેચ્છા મુજબ વિહાર માટે જેઓ આનંદ માનતા હોય, જેમને દુર્ધર આપત્તિઓને સંહાર કરવો હોય, જેઓ સત્વરથી શાસ્ત્રીય તની વૃક્ષાવાળા હોય, જેઓએ હું કોણ? એ વાકયાર્થની મતલબ જાણવા માટે આવશ્યક્તા ધારી હોય તેમણે આત્મ જ્ઞાન જેમાં સુલભ રહેલું છે એવા શુદ્ધ માર્ગની ગવેષણ કરવી, વળી તે માર્ગરૂપ અધ્યાત્મ શાસ્ત્રજ કહેવાય છે. આપણું મૂળ શાસ્ત્ર, આગમ નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અવચૂરિ આદિક ગ્રંથો અધ્યાત્મ તત્ત્વને પ્રતિપાદન કરે છે, પરંતુ તે ગ્રંથ સંસ્કૃતાદિક ભાષામાં હોવાથી અર્થમાં અતિગહન અને વિસ્તારમાં વધી પડેલા છે, તેથી સાંપ્રતકાલમાં તેનો સવેને યાચિત લાભ મળવો દુર્લભ થાય છે. કારણકે આગમ વાચનાને અધિકાર તે યોગાદિ ક્રિયા વહન કરી જેઓએ યોગ્યતા મેળવી હોય તેવા મુનિઓને જ હોય છે, બાકીના સર્વ લોકોને અધિકાર આપવામાં આવ્યું નથી. એટલા માટે આગમોના અર્થ રૂપ અન્ય ગ્રંથની પ્રસંગોપાત રચના કરીને આપણા આચાર્યોએ કંઇપણ ન્યુનતા રાખી નથી. પ્રાચીન કાળમાં જૈનધર્મના ઉદ્યોતક અને અસાધારણ પરેપકારી અનેક મહાત્માઓ વિદ્યમાન હતા, અને હાલમાં પણ તેઓનાં રચેલાં શાસ્ત્રો ઉપરથી વિદ્યમાનની માફક તેઓ મહોપકારી થઈ પડે છે. સત્ય અને સમયની પ્રગતિ એટલી બધી બલિષ્ટ છે કે જેઓના પ્રચારને તિરોહિત કરવા માટે મનુષ્યની પ્રબલ યુક્તિઓ પણ નિરર્થક થાય છે. તેઓને પરાભવ કદાચિત ક્ષણ માત્ર કેઈને ભાયમાન થાય, પરંતુ કાળની ગતિ એવી બલવાન છે કે પુનઃ તેઓ પિતાનું સ્થાન મેળવ્યા વિના રહેતાં જ નથી. પ્રાચીન કાળમાં તીવ્ર પ્રતિભા વાળા જે લેખકે અને કાવ્યકર્તાઓ હૈયાતી ધરાવતા હતા, તેમના પદને અનુસરનાર હાલમાં પ્રાયઃ કઈ દેખવામાં આવતા નથી, તે ઉપરથી જ તેમની અમર્યાદિત ઉત્કર્ષતા સિદ્ધ થાય છે. પ્રાચીન જૈન લેખક અને કવિશ્વરોએ જૈન સાહિત્યરૂપ સરિતાઓના અગાધ પ્રવાહ વડે ભૂમંડલને એટલે ભીંજાવી દીધું છે કે અદ્યાપિ જેન કિવા જેનેર પ્રજાનાં હૃદય કંઈક સ્નિગ્ધ દેખાય છે, તે સઘળે તેમનો જ મહિમા છે, તેમજ જેમના ઉત્કટ રંગથી રંગાએલા ગદ્ય અને પદ્યમય કાવ્યોના ઉદ્દગારે હાલમાં પણ
For Private And Personal Use Only