________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હને છેડતી નથી. એ પ્રમાણે તેઓને વાર્તાલાપ ચાલતું હતું, તેટલામાં સમયનિવેદક (બંદીજન) હાજર થઈ બે, આકાશનીલક્ષમી ચંદ્રસહિત સમગ્ર રાત્રિનો ત્યાગ કરીને અનુરાગ પ્રગટ કરતી હાલમાં સૂર્યને અનુસરે છે. આ પ્રમાણે કાલનિવેદકનું વચન સાંભળી રાજાએ શય્યાને ત્યાગ કર્યો, અને પ્રભાત કાળનું પિતાનું કાર્ય સમાપ્ત કરી દેવસભામાં ઇદ્રની માફક સભા
સ્થાનમાં પતે વિરાજમાન થયા. ત્યારબાદ સર્વ સભ્ય લકે સાથે યાચિત સંભાષણ કરી બહાર ફરવા જવાનો સમય જાણું પિતે હસ્તી ઉપર આરૂઢ થઈ રાજવાટિકામાં ગયે. ત્યાં આગળ આમ્ર વૃક્ષની નીચે ઉપશમ લક્ષમીના પંજની
માફક બેઠેલા એક મુનિવરને જોઈ હસ્તિ ઉપજ્ઞાનમુનિ. રથી રાજા નીચે ઉતર્યો અને તેણે બહુ ભક્તિ
વડે મુનીને વંદન કર્યું. મુનિએ ધર્મલાભ. આપીને કહ્યું કે, હે નરેંદ્ર! સ્ત્રી સંબંધી રાત્રીનું સર્વ વૃત્તાંત હે પ્રત્યક્ષ જોયું છે, છતાં પણ હજુ કેમ વિલાસ કરે છે? તે સાંભળી રાજાએ બહુ ખુશી થઈ પ્રશ્ન કર્યો કે હે ભગવન! આપ મહા જ્ઞાની છે, માટે તે બન્નેને કેટલા દિવસથી સંબંધ છે? એટલી બાબત
હને તમે કૃપા કરીને કહો, ત્યારે મુનિ બેલ્યા, હે રાજન ! આ સંબંધી વિશેષ ચિંતા કરવાનું હવે ત્યારે કંઈપણ પ્રયેાજન નથી. પરંતુહવે તું એવું ચિંતવન કર કે જેથી ફરીને આવી વિટંબનાઓ ન થાય. નરેંદ્ર બોલ્યા, હે મુનીંદ્ર! જે સેવકને તારવા ઈચ્છતા હો તે તમારા શુદ્ધ ધર્મને અહને ઉપદેશ કરે. તે સાંભળી મુનિએ તેને વિસ્તારપૂર્વક મુનિધર્મને ઉપદેશ આપે, એટલે તે રાજાએ પણ તત્કાલ તે ધર્મને સ્વીકાર કર્યો અને તેજ હું પોતે મુનિ છું. મહારા વૈરાગ્યનું મૂળ કારણ હું તમને નિવેદન કર્યું. હવે મેક્ષ માગે ગમન કરવા માટે રથ સમાન ધર્મનું સમ્યકુ
For Private And Personal Use Only