________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનવિશુદ્ધ્ થા
(૪૧૫ )
પ્રકારે તમે શ્રવણુ કરે, વળી તે ધમ યતિ અને ગૃહિ એમ એ પ્રકારના છે. તેમાં યતિ ધર્મ ઉત્કૃષ્ટ મહાવ્રતરૂપ અને ગૃહી ધર્મ અણુવ્રતાદિક ખાર પ્રકારના કહ્યો છે. વળી તે બન્નેમાં મુખ્ય એવા ચતિ ધર્મ સવિસ્તર કહ્યો. તે ધર્મોમાં અશક્ત એવા પુરૂષોના માટે સમ્યક્ત્વાદિ ગૃહી ધર્મ પણ વિસ્તારપૂર્વક બતાવ્યેા. ત્યારઆદ તેઓએ સમ્યકત્વ સહિત પહેતુ અને ખીજું અણુવ્રત ઉત્તમ જાણીને શુદ્ધ ભાવથી ગ્રહણ કર્યું. પછી તે મુનીંદ્રને વંદન કરી પાતપેાતાના સ્થાનમાં ગયા અને મુનિ પણ વિહાર કરી અન્ય સ્થાનમાં ગયા.
ધનસાર
અને મદન.
સમ્યકત્વમાં દઢ ચિત્તવાળા ધનસાર અને મદન પણ તે મુનિએ
કહેલા વિધિ પ્રમાણે ગ્રહણ કરેલા નિયમાનુ પ્રયત્નપૂર્વક પાલન કરે છે અને પર સ્પર બહુ પ્રીતિભાવથી વર્તે છે. પરંતુ મદ નની પ્રકૃતિ બહુ ખરાબ હાવાને લીધે પરાપવાદ એલવામાં તે બિલકુલ આંચકા ખાતા નથી. તેમજ હાસ્ય વચન બેલવામાં બહુ કૌતુકી, કલેશજનક અને દુષ્પ્રિયવાદી એવા તે મદન પેાતાનું આખા દિવસનું વૃત્તાંત ધનસારની આગળ સાય કાળે નિવેદન કરે છે. વળી કેાઇએ ગુપ્ત વાત્તો કહેલી હાય તા તે પણ ધનસારને કહ્યા સિવાય તેને શાંતિ થતી નથી. હવે એક દિવસે કેાઇક તેના મિત્રે તેને એકાંતમાં વાત કરી કે અમુક માણુસને પુત્ર નહીં હાવાથી તેનુ ધન અમુકના ઘરમાં ગયું, તે વાત મદને સજ્જનામાં શિરેામણિ સમાન એવા ધનસારની આગળ કરી, તેથી ધનસારે તેને શિખામણ આપી કે હું મિત્ર ! આ પ્રમાણે કાઇની ગુપ્ત વાત જાહેર કરવી તે ચેાગ્ય ગણાય નહીં. કારણકે હને પાતાના જાણી કોઇએ આ ગુપ્ત વાર્તા કહી છતાં તે જો તુ જાહેર કરે તે તે બહુ મનુચિત ગણાય, એટલુ જ નહીં પરંતુ બીજાને તે બહુ દુ:ખદાયક થઈ પડે. તેમજ આ વાત સત્ય છે કે અસત્ય છે
For Private And Personal Use Only