________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કઈ શબ્દ આપના સાંભળવામાં આવ્યું હશે. એ ઉપરથી વૃથા શંકા શા માટે કરો છે? આ પ્રમાણે મદનશ્રીનું વચન સાંભળી રાજાએ જાયું કે આ સ્ત્રી કંઈક કપટમાં છે ખરી ! એમ પિતાના જાણ વામાં આવ્યું છતાં પણ નિ:શંકની પેઠે બાહ્ય આકાર બતાવી રાજા કપટ નિદ્રાથી સુઈ ગયા. ત્યારબાદ રાજા ઉંઘી ગયા છે એમ જાણું મદનશ્રી ધીમે ધીમે શયનમાંથી ઉઠીને કમાડ ઉઘાડી ગુપ્ત રીતે નજીકના ભંડારમાં ગઈ અને ત્યાં દાસીને વેષ ધારણું કરી બેઠેલા પુરૂષ સાથે મંદ સ્વરે તે વાત કરવા લાગી, પરંતુ તે જારપુરૂષે તેને કંઈપણ પ્રત્યુત્તર આપે નહીં. એટલે રાણી તેના ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગી, હે કૃપાલુ પ્રિય! અપ્રિયના સંગરૂપી દાવાનળથી દગ્ધ થએલા આ મહારા શરીરને આપના સંગમરૂપી અમૃતરસથી શાંત કરે, આ પ્રમાણે બહુ પ્રાર્થના કરી તે પણ તે પુરૂષે તેણને સ્વીકાર કર્યો નહીં. એટલે રાણીએ તેને પોતાના ભુજારૂપી પાશવડે બાંધીને સ્તનરૂપી તળાઈમાં સ્થાન પન કરી મુખેથી સીત્કારના શબ્દ કરતી કરતી મનાવા લાગી. તે દરમિઆન રાજાએ પણ તેણીની પાછળ આવી આ સર્વ બનાવ પ્રત્યક્ષ જે અને આ પ્રમાણે તેને કૂટ પ્રપંચ જોઈ તે બહુ ક્રોધાતુર થઈ ગયે, તેથી પિતાને ખરું ખેંચી તે બન્નેના પ્રાણ લેવા તૈયાર થયો તેટલામાં તેના હૃદયમાં વિચાર આવ્યો કે શત્રુરૂપી હસ્તિઓના કુંભસ્થલેમાં આઘાતવડે મુક્તામણિઓથી ઘસાઈ ગએલે, આ ખરત્ન શીલરૂપી જીવિતથી ભ્રષ્ટ થએલા અને મેહથી સુતેલા આ પામર પ્રાણીઓને હણવા કેવી રીતે ગ્ય થાય? એમ જાણ ક્રોધ સહિત ખરું ને પાછું ખેંચી લઈ પોતાના વાસગ્રહમાં ગયે અને પલંગ ઉપર સુઈ ગયે.
ત્યારબાદ તે રાજા સુતે સુતે શાંત ચિત્તથી સંસારનું સ્વરૂપ, શરીરની સ્થિતિ અને સ્ત્રીઓના સ્નેહભાવ સંબંધી વિચારણા કરવા
For Private And Personal Use Only