________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, બેઠો. મુનિએ પણ તેઓની યોગ્યતા જાણું ધર્મદેશના પ્રારંભ કર્યો. તે સમયે બ્રાહ્મણે પ્રશ્ન કર્યો કે હે મુનીંદ્ર! આપની આકૃતિ ઉપરથી એમ અનુમાન થાય છે કે ઉત્તમ રાજલક્ષ્મીને વૈભવ છોડી દઈ આપે આ ચારિત્ર ધર્મ સ્વીકારેલો છે, માટે આપને વૈરાગ્ય થવામાં મુખ્ય કારણ શું બન્યું તે આપકૃપા કરી અમને જણાવો. મુનીં બલ્યા, હે સુભગ ! આ સંસારમાં વૈરાગ્યના હેતુઓ બહુ સુલભ છે. પરંતુ હારી બાબતમાં તે ઘણું કરીને હારી સ્ત્રી મુખ્ય હેતુ થઈ છે. ફરીથી બ્રાહાલ્ય, હે મુનિવર્ય! આપનું આ વૃત્તાંત વિસ્તારપૂર્વક કહે જેથી કરીને અમને પણ વૈરાગ્ય ઉપન્ન થાય. શ્રીમાન મુનિચંદ્ર મુનિ બેલ્યા, ઇંદ્ર સરખા પણું પોતાનું
ચરિત્ર કહેવાથી લજજીત થાય છે, તેમાં કંઈ સ્ત્રી વૃત્તાંત. નવાઈ જેવું નથી. પરંતુ આ ઉપકારને
હેતુ છે, એમ જાણી તન્હારી આગળ હું મહારૂં વૃત્તાંત કહું છું. આ ભરતક્ષેત્રમાં રથવીરપુર નામે નગર છે. તેમાં ગુણનિધાને એ સમર કરીંદ્ર નામે રાજા છે. વિનય ધર્મમાં બહુ પ્રવીણ એવી મદનશ્રી નામે તેની ભાર્યા છે. પરસ્પર પ્રીતીપૂર્વક વિષયસુખને અનુભવ કરતાં તેઓને શ્રેષ્ઠ લક્ષણવડે સંયુક્ત અને રૂપવડે કામદેવને તિરસ્કાર કરતે એવો મેઘકુમાર નામે એક પુત્ર થયે. ત્યારબાદ શ્રીષ્મત્ર તુના તાપને લીધે રાજાને દાહજવર પ્રગટ થયે અને તેની પીડા દિવસે દિવસે બહુ વધતી ગઈ, એટલે રાજવૈદ્યોએ અનેક ઉપચાર શરૂ કર્યા. વૈદ્યોએ બતાવેલાં ઔષધોને મદનશ્રી રાણી પોતેજ તૈયાર કરે છે. વળી ઉપગપૂર્વક જળ ઉકાળે છે, તેમજ દરેક કાર્ય પોતેજ કરે છે એટલું જ નહીં પરંતુ શરીરની છાયાની માફક નિરંતર પોતાના સ્વામીની પાસે જ તે રહે છે. એમ કરતાં રાજાને સાત દિવસના ઉપવાસ થયા. તેથી મદનશ્રીએ પણ સાત દિવસ લંઘન કરી ઉકાળેલું જળ પીધું.
For Private And Personal Use Only