________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રવૃત્તિ કરવા લાગ્યું. તેમજ ધરણને અમાત્ય પદવી આપી ને પોતે નિરંતર ધર્મને ઉદ્યોત કરવા લાગ્યું. એક દિવસ રાજા પિતાના શયન સ્થાનમાં અર્ધ રાત્રીના
સમયે સુતે હતે. તેવામાં નવીન કમલદલ પ્રત્યંગિનીદેવી. સમાન નેત્રવાળી એક સ્ત્રી તેના જેવામાં
આવી. વળી તે સ્ત્રી પોતાના શરીરની સ્વચ્છ કાંતિવડે અંધકારને દૂર કરતી હતી. વળી તેના એક હસ્તમાં ડમરૂક હતું અને બીજા હસ્તમાં સોનાને દંડ ધારણ કરેલે હતે. કંઠમાં અદ્દભુત રત્નાવલી હાર ચળકતે હતે. શરીરે વેત વસા પહેરેલાં હતાં અને પગમાં પાદુકાઓ પહેરેલી હતી. આ પ્રમાણેનું અદ્દભુત સ્વરૂપ જોઈ રાજાએ તેને પૂછયું, હે સુંદરિ! તું કોણ છે? અને અહીં ત્યારે આવવાનું શું કારણ? પૂર્ણ ચંદ્ર સમાન વદનાકૃતિને ધારણ કરતી તે સ્ત્રી પણ હસ્તે મુખે બેલી, હે રાજન્ ! હું પ્રત્યંગીની વિદ્યાદેવી છું. વળી આજથી ત્રીજા ભવમાં હું હારી પૂર્વ તથા ઉત્તર સેવા બહુ ભક્તિવડે વિધિપૂર્વક કરી હતી તેથી હું તને સિદ્ધ થવાની તૈયારીમાં હતી તેટલામાં તું મરણ પામે. માટે હે રાજન ! પૂર્વભવના સંબંધને લીધે હારી ભક્તિવડેજ હું હને અનુકુળ થઈ છું. વળી હાલમાં તું વિશેષ પ્રકારે જૈનધર્મ ની સેવા કરે છે. તેમજ હે કુલ પરંપરાથી પ્રાપ્ત થએલા રાજ્યને જણ સમાન માની દેશ વિરતિ ધર્મને સ્વીકાર કર્યો છે. તેથી હું હારા કિંકરપણને પ્રાપ્ત થએલી છું, વળી હમેશાં હારી સેવામાં જ તત્પર છું માટે વિશેષ કાર્ય પ્રસંગે હારે મહારૂં સ્મરણ કરવું. તે સાંભળી રાજા એકદમ ઉભું થયું અને તેને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ તે બે કે હે દેવિ ! હું
મ્હારા અભ્યસ્થાનાદિક સત્કારથી વિમુખ રહ્યો. માટે તે મહારા અવિનયની ક્ષમા કરશે. દેવી બોલી, હે ભૂપતે! આપ મહા ગુણવાન
For Private And Personal Use Only