________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણુમંત્રિ કથા.
(૪૩) જેવામાં આવે છે તે સર્વ ધર્મનું જ ફળ છે, અને તેનાથી જે વિપરીત દેખાય છે તે અધર્મનું ફળ છે. વળી ધર્માભાસથી વ્યાકુલ થએલા એવા આ જગમાં યથાર્થ ધર્મનું સ્વરૂપ તો કઈક ભવ્ય પ્રાણીઓ જ જાણે છે. તેમાં પણ વિશેષ ધર્મસ્વરૂપ સમ્યફ પ્રકારે જાણીને પિતાના દેહની પણ અપેક્ષા રહિત શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વત્તાન કરવાવાળા બહુ વિરલા હોય છે. વળી જેમાં વિષય અને કષાયોને ત્યાગ તેમજ ગુણેમાં પ્રીતિ અને દયામાં અપ્રમાદ હોય તેવા પ્રકારને ધર્મ મેક્ષ સુખને મુખ્ય હેતુ છે વળી તેવા પ્રકારને ધર્મ ભગવાનેજ કહે છે. માટે સુખાથી પુરૂએ હમેશાં તે ધર્મમાં યત્ન કરવો. અન્યથા આમ્રવૃક્ષની શ્રદ્ધાવડે આકડાને પાણી પાવા જેવું થાય છે. તેમાં પણ જે શક્તિ હોય તે મુનિધર્મ પાળ તેજ ઉત્તમ છે, કારણકે સર્વ સંગ રહિત એ મુનિ ધર્મ મોક્ષનું પ્રધાન અંગ છે. પરંતુ જેઓની તેવી યેગ્યતા ન હોય તેવા અલ્પ શક્તિવાળા મનુષ્યએ ગુહસ્થ ધર્મ સ્વીકારે. ગૃહી ધર્મ પણ અનુક્રમે સંસાર જન્ય દુ:ખને તિલાંજલિ આપે છે. ઈત્યાદિક દેશના સાંભળી રણવીર રાજાએ જણાવ્યું કે હે ભગવન ! મહારી ગ્યતા હોય તો મહને યતિ ધર્મને ઉપદેશ આપે. મુનીંદ્ર બેલ્યા, હે રાજન! ત્યારે તે મને રથ નિર્વિઘપણે સફલ થાઓ. ત્યારબાદ રાજાએ ગુણસાગર કુમારને રાજ્યમાં સ્થાપન કરીને પોતે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુણસાગર રાજા પણ ધરણ મંત્રી સહિત દેશ વિરતિ ધર્મને અંગીકાર કરી ગુરૂને નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગયા. તેમજ પોતાના પિ. તાએ દીક્ષા ગ્રહણના સમયે નીચે પ્રમાણેનાં જે ધર્મ કાર્ય કરવાનાં કહ્યાં હતાં તે કરવા લાગે, કારાગૃહમાંથી બદ્ધ જનેને મુક્ત કર્યો, જૈનમંદિરમાં અષ્ટાબ્લિક મહત્યને પ્રારંભ કરાવ્યું, સાધર્મિક વાત્સલ્ય અને દીન પ્રાણુંઓને ઉદ્ધાર વિગેરે ધાર્મિક
For Private And Personal Use Only