________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણમંત્રિ કથા.
(૪૦૧)
કુમારનું ચિત્ત પરાધીન થઈ ગયું. તેમજ તે સ્ત્રી પણ કુમારનું સ્વરૂપ જે એકદમ કામાતુર થઈ ગઈ. એમ એક બીજાના નેત્રને સ્નેહ જોઈ તેમને અભિપ્રાય જાણી ધરણુ બેલ્યા, હે કુમાર! આ આંબા ઉપર બેઠેલી કેયલ બહુ મધુર સ્વરથી ટોકાર કરી રહી છે, માટે અહીંથી આગળ ડગલું માત્ર પણ જવાને હારૂં મન ઉત્સુક થતું નથી. તેમજ આ આમ્રની છાયા પણ કેવી મજાની છે ! હે મિત્ર! આ આનંદ આપણને બીજે સ્થળે નહીં મળે, તેથી અહીં જ રોકાવું ઉચિત છે. એ પ્રમાણે કહી તેઓ ત્યાં રહ્યા અને આજુબાજુના વન વિ
લાસને જોતા હતા તેવામાં આકાશમાર્ગમાંથી અદૂભુતવિમાન. ઉતરતું એક યુવતિઓનું જોડલું ઉત્તર દિશા
માં તેમણે જોયું. તેમજ ક્ષણમાત્રમાં તેઓની પાછળ આકાશમાંથી એક વિદ્યાધરનું વિમાન ઉતર્યું. અને તરતજ તે વિમાનમાંથી નીચે ઉતરી છત્ર ચામરાદિક સામગ્રીથી વિભૂષિત થએલા વિદ્યાધરેંદ્રને પોતાની પાસે આવતે જોઈ તે બને જણે યથાયોગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ વિદ્યાધરેંદ્ર તે બન્નેને પિતાના વિમાનમાં બેસાડી રાજભવનમાં લઈ ગયે. રાજાએ વિદ્યાધરને સત્કાર કર્યો. પછી પોતે પણ સિંહાસન ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ વિદ્યાધર બે, હે રણવીરનરેશ્વર ! મહારે એક પુત્રી છે. તેને ઉચિત વર નહીં મળવાથી કેઈકનૈમિત્તિકે મને કહ્યું કે, આ કુમારીને વીરપુર નગરના મનોરમ નામે ઉદ્યાનમાં તમે મોકલે. ત્યાં તેના રહેવાથી રણવીર રાજાને પુત્ર ત્યાં આવશે અને તેણીના દર્શનથી તે તેની ઉપર આસક્ત થશે. તેમજ કુમારીનું ચિત્ત પણ તે કુમાર હરણ કરશે. તેથી તેજ તેને વર થશે. એમ નૈમિત્તિકના કહેવાથી હે કુમારીને અહીં ઉદ્યા
For Private And Personal Use Only