________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. धरणमत्रीनीकथा.
ના વિચાર
પુરૂષ અસત્ય વચન
જે નત મહિને
દ્વિતીય રહેલ્યાખ્યાનાતિચાર, દાનવીર્ય રાજા બે, હે જગતમ! હવે બીજા વ્રતમાં બીજા અતીચારનું સ્વરૂપ અમને સંભળાવે જેથી અમારા વ્રતની શુદ્ધિ થાય. આ પ્રમાણે રાજાનું વાક્ય સાંભળી શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા–એકાંતમાં બેસી આ લેકે રાજ વિરૂદ્ધ કાર્યને વિચાર કરે છે, એ પ્રમાણે જે ખલ પુરૂષ અસત્ય વચન લે છે. તેનું બીજું વ્રત મલિન થાય છે અને તે ધરણની પેઠે બહુ દુ:ખી થાય છે. આ ભરતક્ષેત્રમાં દેવને પૂજવા લાયક ઇદ્રના સ્વરૂપ સમાન
ઉત્તમ રત્નોના વેપારવડે સુપ્રસિદ્ધ વીરપુર ધરણાંત, નામે નગર છે. તેમાં રણવીર નામે રાજા
રાજ્ય કરે છે. તેમજ ઉત્કૃષ્ટ રત્ન જેમાં રહેલાં છે એવી સમુદ્રની લહેર સમાન રનવતી નામે તેની સ્ત્રી છે. ગુણસાગર નામે તેઓને પુત્ર છે. વળી મંત્રોના પુત્રનું નામ ધરણ છે. હવે ગુણસાગર અને ધરણની એવી પ્રીતિ બંધાણી કે ક્ષણમાત્ર પણ વિગ થવાથી તેઓ બહુ દુઃખી થાય છે. એમ કરતાં કઈ એક સમયે વસંત રૂતુમાં તે બન્ને જણ મનોરમ નામે ઉઘાનમાં ફરવા માટે ગયા. ત્યાં આગળ હિંડળે હીંચકા ખાતી એક વારાંગના તેઓના જોવામાં આવી. જેમકે–સાક્ષાત્ વસંત રૂતુની લકમી હાયને શું ? તેમ તેના અંગ ઉપર સ્વચ્છ સુવાસિત પુનાં આભરણે શોભતાં હતાં. તેમજ રત્નનાં આભરણથી વિભૂષિત એવી દાસીઓ તેની ચારે તરફ હસતે મુખે જોઈ રહી હતી. વળી રતિ સમાન વિલાસને ધારણ કરતી તે સ્ત્રીને જોઈ
રહેલાં છે એવી
મને પુત્ર છે. વળી
તિબંધાણી કે
For Private And Personal Use Only