________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
(૩૯) કહો. તેથી કેટલાક જનોએ સર્વ વિરતિવ્રત ગ્રહણ કર્યું, તેમજ કેટલાક જનોએ દેશવિરતિધમ સ્વીકાર્યો અને અન્યનેએ સમ્યક્ત્વ માત્ર ગ્રહણ કર્યું. ત્યારબાદ કીર્તિસાગર રાજાએ મુનીંદ્રને વંદન કરી પિતાને
અભિપ્રાય જણાવ્યું. હે જગદ્દગુરે! હારી દીક્ષા ગ્રહણ ઉપર કૃપા કરી આપ કેટલોક સમય અહીંજ
સ્થિરતા કરે, કેમકે મહારે જે કાર્ય છે તે આપ પોતે જ જાણે છે. એમ કહી રાજા ત્યાંથી પોતાના સ્થાનમાં આવ્યો. અને પોતાના રાજ્ય કાર્યની વ્યવસ્થા પ્રધાનને સંપી ઉત્તમ અશ્વારૂઢ થએલા સુભટે સાથે રાજા પોતે કાંચનપુર નગરીમાં ગયે અને ઉત્પન્ન થયા છે પુત્રરત્ન જેને એવી ભવન પતાકાની આગળ રાજાએ ક્ષમા માગીને કહ્યું કે હે સુભગે ! મંદ સ્નેહવાળા એવા મહું લેકોના કહેવાથી આ અકાર્ય કર્યું. પરંતુ વંજુલ વૃક્ષને જેમ ફળ હોતું નથી, તેમજ વડ અને ઉંબરાને જેમ મુખ્ય હેતાં નથી. તેમ હારા હૃદયમાં લેશમાત્ર પણ દેષ નથી. આ પ્રમાણે પશ્ચાત્તાપનાં વચન બેલી બહુ ઐશ્વર્ય સાથે રાજા પિતાના નગરમાં ભવનપતાકાને લઈ ગયે. ત્યારબાદ પુત્રને રાજ્ય ગાદીએ બેસાડી પોતે નિરવ દીક્ષા ગ્રહણ કરી. તેમજ ભવનપતાકાએ પણ તપશ્ચાત આઠમા વર્ષબાદ શુભ દીક્ષા લીધી. પછી તે બન્ને જણ નિરતિચાર દીક્ષા પાળીને મોક્ષ સુખ પામ્યાં.
इति द्वितीयव्रते प्रथमातिचारे भवनपताका कथा समाप्तः॥
For Private And Personal Use Only