________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દીકરી સમાન માનતી હતી. એમ આનંદમાં કેટલાક સમય વ્યતીત થતાં એક દિવસે કઈ વાત પ્રસંગમાં પડ્યાએ પિતાની શકને અકસ્માત્ “હદૃગવી”(હરાઈ ગાય માફક એખર કરનારી) એમ કહ્યું. તે વચન શેઠના સાંભળવામાં આવ્યું અને તરત જ તે સમજી ગયા કે આ નવીન સ્ત્રી શીલથી ભ્રષ્ટ થએલી છે, એમ જાણું શ્રેષ્ઠીએ તે દિવસથી પોતાના વાસ ભવનમાં તેને પ્રવેશ બંધ કર્યો. તેથી તે સ્ત્રીએ પોતાના અપમાનની વાત પડ્યાની આગળ કરી. એટલે પધાએ શેઠને પૂછયું, આ સ્ત્રીઓ તહારો અપરાધ કર્યો છે કે જેથી તેને તમે ત્યાગ કર્યો છે? શેઠ બોલ્યા, હું એને હટ્ટગવી કહી એથી બીજો અપરાધ કે જોઈએ છે? પદ્મા બોલી, હે સ્વામિન્ ! હેતે ઉપહાસ્યથી તેમ કહેલું છે, તેથી કોઈ પ્રકારના તેના દેષની ચિંતા કરશે નહીં. એમ કહી શેઠને શાંત કરી પદ્માએ વિશ્વાસ બેસાડે. ત્યારબાદ પશેઠ પૂર્વની માફક નવીન સ્ત્રી સાથે વર્તવા લાગ્યા. હવે પડ્યાએ દેશવિરતિ ધર્મ સ્વીકારેલું હતું, પરંતુ અનાગથી વિચાર ન કર્યો કે બીજા વ્રતમાં સહસા અભ્યાખ્યાનને અતિચાર મહિને લાગ્યો છે. તેમજ શેષ દેશવિરતિ સમ્યક્ પ્રકારે પાળીને મરણ સમયે આ અતિચારની આલોચના કર્યા વિના મરણ પામી સેંધર્મ ક૯૫માં દેવપણે તે ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને હાલમાં તે હારી ભાર્યા થઈ છે. તેનું શીલવ્રત બહુ શુદ્ધ છે, પરંતુ જે આ જનાપવાદ લાગે છે તે તેના પૂર્વભવમાં બેલેલા વચનનું ફલ છે. તે સાંભળી બહુ ખિન્ન થએલા સર્વ નાગરિક લેકે બોલ્યા, હે મુનીંદ્ર ! અતિ વિશુદ્ધ શીલધારી દેવીને આ અપવાદ ફેલા છે તેના હેતુ માત્ર અમે જ છીએ. માટે હે પ્રભો ! આ પાપ કર્મથી અમે મુક્ત થઈએ તે પ્રમાણે અમારી ઉપર આપ કૃપા કરે. તે સાંભળી મુનિ મહારાજે તે પાપને દૂર કરવાને ઉપાય વિસ્તારપૂર્વક
For Private And Personal Use Only