________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
( ૩૯૭ )
न्यड़नीतोऽपि कराघातै- रुत्पतत्येव कन्दुकः । प्रायेण हि सुवृत्ताना-मस्थायिन्यो विपत्तयः || અર્થ:—કંદુક ( દડા ) હસ્તના આધાતા વડે નીચે નાખવામાં આવે છે તે પણ જેમ ઉંચે ઉચ્છળે છે તેમ સજ્જનાની વિપત્તિઓ ઘણા ભાગે સ્થિર રહેતી નથી.” માટે હવે હે વત્સે ! ખેદના ત્યાગ કરી વિપત્તિના સમયે ધર્મ ધ્યાન કરવુ એ ઉચિત છે. હવે રથવીરપુર નગરમાં ચૌદપૂર્વના ધારક મુનિમહારાજ પધાર્યા છે. તેથી તેમના દર્શન માટે કીર્ત્તિ મુનિદેશના. સાગર રાજા તેમજ પરિજન અને નગરના લોકો આનંદપૂર્ણાંક ત્યાં ગયા. મુનિને વંદન કરી ઉત્તમ ભાવ વડે ધર્મ સાંભળવા માટે તેએ સર્વે ઉચિત સ્થાને બેસી ગયા. એટલે મહુજનેાના ઉપકાર માટે શ્રુતજ્ઞાની મુનિએ પણ રાજાને ઉદ્દેશી દેશનાના પ્રારંભ કર્યો. ૨ ૨ ! ભવ્યાત્માએ ! ક્રોધાદિકથી દૂષિત થઈ જે મનુષ્ય જે કંઇ અવણ્ય વાદ લે છે તેનું ફળ તા નક્કી નરક ભૂમિજ છે. પરંતુ જે સહસા હાસ્યમાત્રથી અન્યને અલીક વચન લે છે તે પણ અનેક દુ:ખના ખેલે ભાગી થાય છે. જેમકે પૂર્વજન્મમાં ભવનપતાકાએ પેાતાની શાકને માત્ર હાસ્યથી “ હટ્ટગવી ” એમ કહ્યુ હતુ તેનુ જે પરિ ણામ આવ્યું તે તમ્હારા જાણવામાં છે. તે સાંભળી રાજા બેટ્યા, હે મુનીંદ્ર ! મા વૃત્તાંત વિસ્તારપૂર્વક અમને કહેા. ત્યારબાદ મુનિ મેલ્યા, વિજયખેટ નામે નગર છે. તેમાં પદ્મ નામે શ્રેષ્ઠી હતા. તેની સ્ત્રીનું નામ પદ્મા હતુ. તેને સંતાનનું સુખ બિલકુલ નહાતું છતાં પણ તે સ્ત્રી શેઠને બહુજ પ્રિય હતી. શેઠને ફરી પરણવાની સર્વથા ઇચ્છા નહેાતી, પરંતુ શેઠાણીએ બહુ આગ્રહ કરી શેઠને બીજી સ્ત્રી પરણાવી. અને તે પદ્મા શેઠાણી નવીન સ્ત્રીને પેાતાની
For Private And Personal Use Only