________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
જેથી આ પ્રમાણે કપટ કરી મહને અહીં મેકલી દીધી. પરંતુ મહારામાં કિંચિત્માત્ર પણ દોષ જણાતો નથી. તેમ છતાં વિદ્યારે મહારૂં હરણ કર્યું તે સંબંધી લોકમુખથી કંઇપણ દેષ સાંભળી હારી આગળ તે વાત છુપાવીને તેમણે મહારે ત્યાગ કર્યો એમ જણાય છે. આમાં અન્યને દેષ નથી. પરંતુ સર્વ મહારા કર્મનેજ દેષ છે. અન્યથા મહારે પ્રાણપ્રિય સ્વામી પણ વિચાર કર્યા વિના આવું અઘટિત કાર્ય કેમ કરે? હવે સંદેશાથી તે પ્રિયપતિ પ્રસન્ન થાય અને આ હારૂં દુઃખ ભાગે તે બનવું અશક્ય જ છે. એમ જાણી તેણીએ સેનાપતિને કંઈપણ સમાચાર કહ્યા નહીં. સેનાપતિના ગયા બાદ ભવન પતાકા પિતાના હૃદયમાં ગુપ્ત રીતે ખેદ કરવા લાગી કે હા દેવ ! હે આ પ્રચંડ દુ:ખાવસ્થામાં મહને કેમ નાખી? પતિ સાથે વિયેગ, વૈભવને નાશ અથવા જીવિતને વિનાશ હું ઉચિત માનું છું. પરંતુ મહારા શીલવતમાં જે હૈ કલંક પ્રગટ કર્યું તે હેટું આશ્ચર્ય છે. એમ ખેદ કરતી રાણી દિવસો વ્યતીત કરવા લાગી. હવે ચરપુરૂષના મુખથી ભવન પતાકાનું સર્વ વૃત્તાંત જાણું તેના પિતા સિદ્ધરાજનરેંદ્ર પણ બહુ ચિંતાતુર થઈ ગયા. અરે ! આ સંસારવાસને ધિક્કાર છે. કારણ કે કૃતજ્ઞ પુરૂષોમાં માન પામેલા અને વિવેક નીતિના પારગામી એવા કીર્તિ સાગર રાજાએ વિદ્યાધર સંબંધી પોપટે કહેલું વૃત્તાંત સાંભળીને પણ સતીઓમાં શિરોમણિસમાન આ હારી પુત્રી ઉપર પરદુ:ખમાં ઉત્સવ માનતા એવા દુર્જનોના કહેવાથી આ અગ્ય પ્રવૃત્તિ કરી. એમ વારંવાર સંભારીને અશ્રુધારા વહન કરતે સિદ્ધરાજ એકાંતમાં ભવન પતાકાને પોતાના ખોળામાં બેસાડીને કહેવા લાગ્યું કે, હે પુત્રિ હવે તું ખેદ કરીશ નહીં, કારણ કે સુખ દુઃખને સંબંધ દરેક પ્રાણુને આવી પડે છે. પરંતુ તે સ્થિર રહેતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે–
For Private And Personal Use Only