________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
(૩૯૫)
અને તે વાત સમગ્ર લેકના જાણવામાં આવી, અસત્યઅપવાદ. તેથી લકે કહેવા લાગ્યા કે જે રાજાના
સંગથી રાણુને ગર્ભ રહ્યો હોય તે આટલા વર્ષ સુધી એ રાણીને અથવા કેઈપણ અન્ય રાણુને ગર્ભ કેમ રહ્યો નહોતે. માટે જરૂર વિધાધરના ભેગવવાથી આ રાણીને ગર્ભ રહે છે. પરંતુ બહુ લેકના કહેવાથી આવા પ્રકારનું કપટ રચી તેને અહીં લાવ્યા છે. આ પ્રમાણે કાપવાદ સાંભળી રાજા વિચાર કરવા લાગે કે લેકે અસત્યવાદી અને બલવાન હોય છે, એ કહેવત ખરેખર સત્ય છે. વળી લોકોની યુક્તિ ઉપરથી આવિષયમાં મહારૂં મન પણ શંકિત થાય છે. પરંતુ આ વાત સંભવતી નથી. અથવા એના અશુભ કર્મના ઉદયથી આ સર્વ અસત્ય વાદ પ્રગટ થયે હશે. તો પણ કુલીન સ્ત્રીઓને આ કાપવાદ બહુ દુ:ખદાયક ગણાય. તેથી એને એના પિતાને ત્યાં કંઇપણું કપટ કરી મોકલી દેવી ઠીક છે, એ વિચાર કરીને હારા પિતા બહુ માંદા છે તેથી હારા ઉપર તેમને પત્ર આવ્યો છે કે આ પત્ર દેખતાં તરતજ ભવન પતાકાને તહારે હારી પાસે મોકલી દેવી. આ પ્રમાણે સર્વ હકિકત રાણીને જણાવીને રાજાએ સેનાપતિને હુકમ કર્યો કે રાણીને તેના પિતાને ત્યાં જલદી મૂકી આવે. અને ખાનગીમાં તેના પિતાને કહેવું કે કઈ કારણને લીધે ભવનપતાકાને અહીં પ્રસવ થાય તે સારૂં. એમ જાણ મહને મૂકવા માટે અહીં એક છે. આ પ્રમાણે નરેંદ્રનું વાક્ય સાંભળી સેનાપતિ પણ તેજ પ્રમાણે ભવનપતાકાને તેના પિતાને ત્યાં મૂકી આવ્યો. પિતાને ઘેર ગયા બાદ ભવન પતાકા પણ પિતાને નિરંગી
જોઈ પોતાના મનમાં વિચાર કરવા લાગી પિતાને ઉપદેશ. કે, મહારા સ્વામીના હૃદયમાં હારી
કંઈ પણ અસત્ય ભાવના પ્રગટ થઈ છે.
For Private And Personal Use Only