________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. રંક પુરૂષ રત્નપતિ થાય છે તેમ શતનિધિ એવા મહા મુનિની સેવાથી મહને આ વચન વિજ્ઞાનપણું પ્રાપ્ત થયું છે. તે સાંભળી તે ખેચર હાથ જોડી મહારા પગમાં પડ્યો અને બોલ્યા, હે પક્ષિરાજ! તમે હા ધર્મગુરૂ છે, તેમજ શીલરૂપી રત્નના ભંડારરૂપ આ સ્ત્રી પણ હારી બહેન છે. માટે આપની સાથે આ સ્ત્રીને પણ તેના નગરમાં લઈ ચાલું છું. તેમજ હું તે નગરની બહાર નિવાસ કરીશ અને તમે નગરમાં રાજાની પાસે જઈ આ સર્વ વૃત્તાંત નિવેદન કરી હને અભયદાન મળે તે પ્રમાણે યાચના કરે. હે રાજન્ ! આ પ્રમાણે અમારી હકીકત બનેલી છે અને તેટલાજ માટે તેઓને બહાર મૂકી હું અહીં આવ્યો છું, હવે આપની જેવી આજ્ઞા ! ત્યારબાદ નરપતિએ તે પોપટને પોતાના ખેળામાં બેસાડીને પોતાના કંઠમાંથી રસ્ત્રાવળી હાર ઉતારીને તેના કંઠમાં પહેરાવ્યા પછી ઉભે થઈ તે બોલ્યા, હે શુક! ચાલ તે નરરત્નને જલદી તું બતાવ. જેથી મહારાં નેત્ર સફલ થાય. વળી પિતાના સ્વાધીન થએલા ઉત્તમ સ્ત્રી રત્નને ભેગવવામાં જેનું મન આસક્ત થયું હતું છતાં પણ હારા વચનથી તેને બુદ્ધિ પ્રાપ્ત થઈ, તેથી હું તેને સર્વથા અભયદાન આપું છું. એમ કહી પિતાના પરિવાર સહિત રાજા પોપટને હસ્ત કમલ ઉપર બેસાડી તેણે બતાવેલા માર્ગે ચાલ્યો, અને અનુક્રમે તે વિદ્યાધર
જ્યાં રહ્યો હતો ત્યાં લગભગ જઈ પહોંચે. વિદ્યાધર અને રાણી બને પણ દૂરથી રાજાને આવતા જઈ રહમાં ગયાં, પરસ્પર સમાગમ થયા બાદ એગ્ય સત્કાર કરી મહોત્સવ પૂર્વક સ્ફોટા આડંબર સાથે તેઓએ નગરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ રાજાએ બહુ સન્માન કરી વિદ્યાધર તથા શુકને વિદાય કર્યા.
આ પ્રમાણે સમાગમ થયું કે તરત જ રાણીને ગર્ભ રહો
For Private And Personal Use Only