________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દેવ તથા વિદ્યાધરને કીડા કરવાનું મુખ્ય સ્થાનભૂત વિંધ્યા
ચળ નામે સુંદર પર્વત છે. વળી તે પર્વત પિપટ નિરંતર ભ્રમણ કરતી દેવાંગનાઓનાં કંકણ
તથા ઝાંઝરના શબ્દોવડે તરૂણ સ્ત્રી પુરૂષોને કીડા કરવા માટે બોલાવતા હોયને શું ? તેમ શોભે છે. તે ગિરિમાં ગાઢ છાયાથી સુશોભિત દ્રાક્ષા મંડપની અંદર નિદ્રાવડે મીચાઈ ગયાં છે નેત્ર કમલ જેનાં અને અમૂલ્ય શયન ઉપર સુતેલી એવી આપની પ્રાણપ્રિયાને હેં જોઈ છે. તેની આગળ અનેક પ્રકારનાં પ્રિય વચન બોલતે એક વિદ્યાધર હારા જોવામાં આવે, તે આ પ્રમાણે બોલતે હતો કે, હે મૃગાક્ષિ ! મહારી ઉપર જલદી કૃપા દૃષ્ટિ કર, હે સુંદરિ! મહારા હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયેલ છે, તેથી તેની વેદના મહારાથી સહન થતી નથી, માટે પોતાની દષ્ટિ રૂપી અમૃતના સિંચનવડે તું હને શાંત કર. હે પ્રિયે ! હવે જાગ્રત્ થા. એમ સાંભળી તત્કાલ તે જાગ્રત્ થઈ અને આપના સમાન રૂપને ધારણ કરી બેઠેલા સુદંષ્ટ્ર વિદ્યાધરને જે કે તરત જ તેણીનું મુખ શ્યામ પડી ગયું અને તેણીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેવા પ્રકારની તેની દીન અવસ્થા જોઈ મહેં કહ્યું, શું પોતાના પતિને જોઈ તું
આ અવસ્થા અનુભવે છે? રાણેએ પ્રત્યુત્તર આપે કે હે પિોપટ ! આ હારે સ્વામી નથી, કેમકે માત્ર કપટવડે સ્નેહ વાક્ય બોલી કૃત્રિમ સ્નેહ પ્રગટ કરવા તે ધારે છે. આ મહેલ મહારે નથી, તેમજ મહારો પરિજન પણ મહારી પાસે દેખાતે નથી. તે ઉપરથી હું નકકી માનું છું કે આ કોઈ ધૂર્ત હને હરણ કરીને અહીં લાવ્યા છે. તેમજ જેનું હૃદય ભ્રષ્ટ થએલું છે એ આ દુષ્ટ મહારૂં શીલવત ભ્રષ્ટ કરવા ઈચ્છે છે. સ્ત્રીઓએ શીલ રહિત જીવન ગાળવા કરતાં મરવું એ શ્રેષ્ઠ ગણાય. વળી
For Private And Personal Use Only