________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવન પતાકાની કથા.
(૩૯૧) શકુનીવેદી રાજાની પાસે ગયે અને તેણે જણાવ્યું કે, હે રાજન્ ! થોડા સમયમાં આપને રાણીને સમાગમ થશે. એમ આ કાગડાના બોલવા ઉપરથી નક્કી જણાય છે. કારણકે હે સ્વામિન્ ! શકુન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પૂર્વાદિ દિશાઓમાં પહેલા પ્રહરમાં કાગડે બોલે તે કાર્યની સિદ્ધિ, ભય તેમજ ચરપુરૂષની વાત, ભજન, વૃષ્ટિ, સ્ત્રી અને નાશી ગએલી સ્ત્રીને લાભ થાય. બીજા પ્રહરમાં બોલે તો વૈશ્યનું આગમન, સ્ત્રી લાભ, વૃષ્ટિ, શત્રુઓની વાર્તા તેમજ તેઓને નાશ, માછલાઓનું ભજન અને અગ્નિને પ્રકોપ થાય. ત્રીજા પ્રહરમાં ભય, ક્લેશ, વૃષ્ટિ, તેમજ શત્રુ, મિત્ર અને ગુરૂ જનના આગમનની વાર્તા મળે, વળી બ્રાહ્મણ દ્વારાએ ધારેલું કાર્ય સિદ્ધ થાય. ચોથા પ્રહરમાં બોલે તે ભય તથા પુત્રની વાર્તા, અતિથિની પ્રાપ્તિ, ઉત્પાત, સ્ત્રીની વાંચ્છા, ૫ તથા ગુરૂની પૂજા અને બ્રાહ્મણ દ્વારા એ લેખની પ્રાપ્તિ થાય છે. તેમજ હે રાજન ! ગાય અથવા હાથીના પૃષ્ઠ ભાગ ઉપર બેસી કાગડે બેલે તે સ્ત્રીને લાભ થાય, કૂવાના કાંઠા ઉપર બોલે તે સ્નેહીનું દર્શન થાય, નદીના કિનારે બેલે તે રાજા તરફથી ભય થાય. આ પ્રમાણે તે શકુનીવેદી શકુનનું સ્વરૂપ કહેતે હતો, તેટલામાં ત્યાં એક પારસિક પો૫ટ આવ્યું અને તે રાજાના ચરણ કમળમાં નમસ્કાર કરી બેત્યે, હે નરેંદ્ર! આપને કુશલ વૃત્તાંત જણાવવા માટે હું ભવનપતાકા પાસેથી અહીં આવ્યો છું. આ પ્રમાણે પોતાની સીનું નામ માત્ર શ્રવણ કરવાથી રાજા રોમાંચિત થઈ ગયે અને બેલ્યો કે, પોપટ ! દુધ, સાકર અને દ્રાક્ષવડે પ્રથમ તું સુધા નિવૃત્ત કરી શાંત થા, એમ કહી રાજાએ તરતજ તે પ્રમાણે ભોજન કરાવી ફરીથી તે પોપટને પૂછયું, હે શુકરાજ ! મહારી પ્રાણપ્રિયાને હું ક્યાં જોઈ અને તેને કેણ લઈ ગયે છે! પિપટ બેલ્યો, હે નરેંદ્ર!આ વૃત્તાંત મૂળથી આરંભી હું કહું છું તે આપ સાંભળે.
For Private And Personal Use Only