________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવન પતાકાની કથા.
(૩૮૭) પહેરેલે પિતાને હાર ઓળખી નિશ્ચય કર્યો કે પ્રથમ હાથીને જેણે વશ કર્યો હતો તે જ આ કુમાર છે. કોઈપણ ગુટિકાદિકના પ્રગથી અન્ય રૂપ ધારણ કરી તે સમયે મંત્રીને છેતરી જરૂર કેઈપણ સ્થલે નાશી ગએલો તે હાલમાં અહીં આવ્યું છે. કારણ કે તે વીર પુરૂષને હાર લઈ લેવાને ઈદ્ર પણ સમર્થ નથી. માટે તેજ આ કુમાર છે. આ પ્રમાણે ભવનપતાકા વિચાર કરતી હતી તેટલામાં ધાત્રીએ તે કુમારના હસ્તમાં વિણ આપી. તેણે પણ અદ્ભુત રસના આવેશથી વીણું વાદનને પ્રારંભ કર્યો. વીણને નાદ સાંભળી ભવન પતાકા વિતર્ક કરવા લાગી કે સ્વર્ગમાંથી સાક્ષાત્ શું નારદ મુનિ ઉતર્યા છે? અથવા કંઈ વિતર્ક કરવાની જરૂર નથી. કારણ કે મદેન્મત્ત હસ્તીને વશ કરવામાં જેની નિપુણતા મહું જે છે તે ઉપરથી અનુમાન થાય છે કે સર્વ કલાઓમાં તેનું કુશળપણું હશે, તેથી તેજ આ પુરૂષ છે. એમ નિશ્ચય થવાથી ભવનપતાકા રોમાંચિત થઈ ગઈ અને બહુ મધુર વીણાના નાદથી તેનું હૃદય ક્ષણમાત્રમાં સ્થિર થઈ ગયું જેથી પિતે ગાઢ નિદ્રામાં પડી ગઈ. તેવી જ રીતે ત્યાં રહેલા સર્વ રાજકુમારાદિક લેકે પણ નાદના મેહથી ગાઢ નિદ્રા અનુભવવા લાગ્યા. ત્યારબાદ કુમારે બહુ પ્રયાસ વડે કુમારીને સચેતન કરીને વીણા વગાડતો છતે બેલ્યો કે આ રાજકુમારના ભાલચ્છલેમાં કરમિશ્રિત ચંદનના રસવડે સ્વહસ્તે મહારા કહ્યા પ્રમાણે તું એક ગાથા લખ, કુમારીએ તે પ્રમાણે સર્વેના કપાળમાં ગાથા લખી. વળી ફરીથી કુમારે કહ્યું કે હે સુભાગે ! તેઓના કાનમાંથી એક એક કુંડલ કાઢી લઈ એવી રીતે ગુપ્ત કર કે તેઓ જોઈ શકે નહીં. કુમારીએ તે પ્રમાણે કર્યા બાદ તેણે વીણા વગાડવી બંધ કરી. વીણ બંધ પડવાથી રાજકુમારે જાગ્રત થયા અને એક બીજાના લલાટમાં આ પ્રમાણે લખેલી ગાથા વાંચવા લાગ્યા–જેમકે–
For Private And Personal Use Only