________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તેને મુષ્ટિના બહુ દઢ પ્રહાર કરવા લાગ્યું. તેથી ક્રોધાયમાન થએલે તે હસ્તી કુમારીને ત્યાગ કરી ઉંચી સુંઢ ઉછાળતો ગડગડ શબ્દ કરતે જાણે ઐરાવત હસ્તીને બોલાવતો હોય તેમ કુમાર તરફ દેડયે, એટલે કુમાર પણ તરતજ પાછો વળે અને દક્ષિણ વર્ત જમાવીને હસ્તીને ઉદ્યાન ભવનના દ્વાર આગળ લઈ ગયો. ત્યારબાદ હાથી પોતાની સુંઢવડે નજીકમાં રહેલા તે કુમારને પકડવા જાય છે, તેટલામાં કુમારે તેની આગળ વીંટે કરીને પિતાનું વસ્ત્ર ફેંકયું. એટલે બહુ ક્રોધથી રક્ત થયાં છે નેત્ર જેનાં
એવા તે હસ્તીએ વસ્ત્રના વીંટા ઉપર રેષપૂર્વક ઘા કર્યો. તે જોઈ રાજાએ બુમ પાડીને કહ્યું કે આ નર રત્નનું રક્ષણ કરો! રક્ષણ કરે! તે સાંભળી જીવિતની અપેક્ષા નહીં રાખતા એવા સુભટે ચારે બાજુએથી એકદમ દેડતા આવી પહોંચ્યા. તેવારે ભવન પતાકા વિચારમાં પડી કે બહુ ખેદની વાત છે કે આ સુભગ શિરેમણિ કુમાર હારા માટે ભારે આપત્તિમાં આવી પડ. ત્યારબાદ કુમાર પોતાની ચતુરાઈવડેગનેંદ્રના દાંત ઉપર પગ
મૂકી તેના મસ્તક પર ચઢીને સ્કંધ ઉપર ગજેને પરાજ્ય. બેસી ગયે અને બહુ બળથી તેનું કંઠ
સ્થલ એવી રીતે દબાવ્યું કે જેથી તેનાં નેત્ર તુટવા લાગ્યાં. તેથી તે હાથી ભયભીત થઈ અનાથની માફક તરતજ કુમારના વશ થઈ ગયા. તે જોઈ કુમારી પોતાના હૃદયમાં ચિંતવવા લાગી, અરે હૃદય ? મને રથને પણ અગમ્ય એવા આ ઉત્તમ વરને પામી તું આનંદપૂર્વક નૃત્ય કર, રૂપવડે કામદેવને અને પરાક્રમવડે કૃષ્ણને પરાજય કરનાર આ વર પામીને જગમાં આત્માને તું કૃતાર્થ માન તેમજ સર્વ લેકેએ પણ એક સ્વરથી પિોકાર કર્યો કે આ પુરૂષ રત્નથી જ પૃથ્વી રત્નાવતી છે. ભૂપતિએ મંત્રીને આજ્ઞા કરી કે આ સુભટને કહો કે આ હાથીને તેના
For Private And Personal Use Only