________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રદૂત બેલ્યા, હે પૃથ્વીનાથ ! આપની આગળ સૈન્ય સહિત વસંતરાજ ઉભે છે, છતાં આપ તેને કેમ દેખતા નથી ? તે સાંભળી રાજા એકદમ હર્ષ અને વિષાદમાં પડી ગયે. વળી ફરીથી પણ તેણે તેજ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ઉદ્યાનપાલ બેલ્યા, હે સ્વામિન્ ! વસંત તુ એ સર્વ ઋતુઓને અધિપતિ ગણાય છે, તેથી આ વસંતઋતુ એ વસંતરાજા છે અને તેના ચાર પ્રકારના સૈન્યની ઘટના બહુ અદ્દભુત છે જેમકે–બહુ સરલ માંજર રૂપી તીણ ભાલાઓ વડે વિરહિજનોના હૃદયને વિધતા અને પાંદડાં રૂપી બક્તોને ધારણ કરતા આમ્રવૃક્ષે રૂપી ઉત્તમ પ્રકારના સુભટે છે. મધુર શબ્દ રૂપી હષારવવડે સમગ્ર દિશાઓને ગજવતા અને ચારે તરફ ફરતા કેકિલે પવનવેગી અશ્વ સમાન શેભે છે. તેમજ વિરહિણ સ્ત્રીઓને દુઃખી કરતા અને ચંદન ગંધવડે સુગંધમય કાંઠાના બિંદુઓ રૂપી મદથી વ્યાપ્ત મલયાચ લના પવન રૂપી હસ્તિઓ દેખાય છે. તેમજ પથિકના હૃદયને વિદારણ કરવામાં તત્પર અને હિંદલા ઉપર હિંચતી ઉત્તમ સ્વરવાળી અમદાઓ છે સારથિ જેમના એવા હિંચકાઓ રૂપી જેમાં રથ રહ્યા છે. આ પ્રમાણે તે દૂતની વચનદક્ષતા, અખલિત શક્તિ તેમજ દઢ શક્તિ વડે સિદ્ધરાજ બહુ ખુશી થયા, અને બહુ સન્માનપૂર્વક સેનાપતિના સ્થાને તેને સ્થાપન કર્યો. ત્યારબાદ યુદ્ધ કલામાં બહુ પ્રવીણ એવા તે વસંત રાજાની સાથે યુદ્ધ કરવા માટે ચતુરંગ બલ સહિત તેને આજ્ઞા કરી. ત્યારપછી અંત:પુર, (જનાના) નાગરિક લકે, માંડલિક રાજાઓ અને મંત્રી વર્ગ સહિત સિદ્ધરાજ પિતે વસંત લક્ષમી વિલાસ જોવામાં આસક્ત થયો. તેમજ ભવન પતાકા પણ પોતાના પિતાની આજ્ઞાથી સમાન વયની સખીઓ સહિત હૃદયને આનંદદાયક એવા તે ઉદ્યાનમાં ગઈ. તેમજ જરા, મૃત્યુ અને વ્યાધિઓને નહીં ગણકારતા સર્વ લેકે
For Private And Personal Use Only