________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનપતાકાની કથા.
( ૩૭૯ ) પેાતાના ઉદ્યાનપાળની જગ્યાએ સ્થાપન કર્યાં. ત્યારખાદ બહુ પરાક્રમી અને અતિ ક્રૂર સ્વભાવવાળે વસંતરાજ નામે સિદ્ધરાજ ભૂપતિના એક શત્રુ હતા. તે હમ્મેશાં પેાતાના સીમાડાના ગામે ઉપર લુંટફાટ ચલાવતા હતા અને પ્રજાને બહુ હેરાન કરતા હતા. જોકે સિદ્ધરાજ બહુ સમર્થ હતા પણ તેને પકડતો નહાતા. તેમજ તેની સાથે સમાધાન પણ કરતા નહાતા. આ ખીના વચનકુશળ દૂતના જાણવામાં આવી. તેથી તેણે વિચાર કર્યો કે આ શત્રુ હમ્મેશાં પ્રજાને બહુ દુ:ખી કરે છે જેથી આપણા અધિપતિનું કંઈ સારૂ કહેવાય નહી”, માટે રાજાને સાવચેતી આપવી એ સેવકના ખાસ ધર્મ છે. એમ જાણી વસંત રૂતુના સમયે એકદમ શત્રુનુ આગમન સંભળાવી રાજાને સાવધાન કરવા માટે તેની પાસે આવીને સભ્રમપૂર્વક વિનંતિ કરી તે ખેલ્યા કે, હું સ્વામિન્ ! ચતુરંગ સૈન્ય સહિત વસતરાજ આપના ઉદ્યાનમાં આવ્યેા છે. તે સાંભળી મકસ્માત્ રાજાએ સેનાપતિને હુકમ કર્યાં કે ઘેાડા, હાથી, રથ, પાયદળ વિગેરેની તૈયારી કરી. ત્યારબાદ સેનાપતિએ માજ્ઞા પ્રમાણે તત્કાળ સર્વ સૈન્ય સજ્જ કરીને નિશાન ડંકા વગડાવ્યા. તે સાં ભળી જેએનાં ગાત્ર રામાંચિત થઇ ગયાં છે, તેમજ માન દકારી મહાત્સવને અનુભવતા હાયને શું! તેમ સુભટેના અનેક પ્રકા રના વિલાસ પ્રગટ થવા લાગ્યા. જેમકે-કેટલાક સુલટા પરસ્પર આન ંદપૂર્વક તાલીમ લે છે, કુદે છે, અને નૃત્ય કરે છે. વળી કેટલાક હસ્તવડે આસ્ફાલન કરે છે. તેમજ એક બીજાના ઉન્નત સ્કંધાવડે કુસ્તિ કરે છે. ઇત્યાદિક અનેક પ્રકારની ચેષ્ટાએ તે કરવા લાગ્યા. ત્યારમાદ તે સુભટાની સાથે સિદ્ધરાજે પણ શત્રુને જીતવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે તેઓ ઉદ્યાનમાં ગયા. ત્યાં માગળ શત્રુનું સૈન્ય નહીં જોવાથી ભૂપતિએ ઉદ્યાનપાળને પૂછ્યું, રે ! વચનકુશળ ! વસ ંતરાજવેરી અને તેનુ સૈન્ય કયાં ગયું ?
For Private And Personal Use Only