________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮)
થી સુપાર્શ્વનાથ ચરિત્ર ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર, એગ અને કરણાદિકવડે શ્રેષ્ઠ મુહુર્તમાં મુખે કરીને રાણીને પુત્રીને પ્રસવ થયે. ચંદ્રની કલાવડે નભસ્તલની માફક તે બાળાની કાંતિવડે
સૂતિકા ભવન દીપવા લાગ્યું. સર્વ જનનાં ભવન પતાકા. ને આનંદમય થઈ ગયાં. રાજ્ય તરફથી
સર્વત્ર વધામણુઓ પ્રવર્તાવવામાં આવી. તેમજ સર્વત્ર મોટા આનંદત્સવ થવા લાગ્યા. અનુક્રમે બાર દિવસ થયા એટલે શુભ મુહૂર્ત જોઈ qજ પતાકાનું સ્વપ્ન આવ્યું હતું તેથી ભૂપતિએ ભવન પતાકા એવું તે કન્યાનું નામ પાડ્યું. સુમેરૂ પર્વતની ગુફામાં રહેલી કલ્પ લતાની માફક પ્રણત જનોના મનેરથને પૂર્ણ કરવામાં કુશળ એવી તે બાળ નિર્વિઘપણે શ્રી સિદ્ધરાજના ભવનમાં પ્રતિ દિવસે વૃદ્ધિ પામવા લાગી. જેની અંદર રાજહંસ કીડા કરી રહેલા છે એવા નરેંદ્રના મંદિર રૂપી માન સરોવરમાં બહુ આનંદિત થએલા જનોના હસ્તકમળમાં રાજહંસની પેઠે તે બાળા સંચાર કરવા લાગી. ત્યારબાદ જ્યારે તે ભવનપતાકા યોગ્ય ઉમ્મરની થઈ ત્યારે કદાચિત પિતાના પિતાની આજ્ઞાથી પંડિત જનને ચમત્કાર બતાવતી છતી બુદ્ધિનું અપૂર્વ કુશળપણું પ્રગટ કરતી હતી, તેમજ કલાચાર્ય જે કંઈ કલા શીખવે, ભણવે, લખાવે તે સર્વ પૂર્વભવના અભ્યસ્તની માફક તે બાળા જલદી ગ્રહણ કરવા લાગી. અનુક્રમે તીવ્ર બુદ્ધિને લીધે વ્યાકરણ, ન્યાય, છંદ શાસ્ત્ર, અલંકાર, સિદ્ધાંત અને જ્યોતિષ વિગેરે ચોસઠ કળાઓ ને તે અલ્પ સમયમાં શિખી ગઈ. તેવામાં રત્નમાલાના પિતાને ત્યાંથી વાગ્વિલાસમાં બહુ ચતુર
એ વચનકુશલ નામે એક સેવક ત્યાં વસંતરાજનું
આવ્યું. અને તે હેશીયાર હોવાથી સિદ્ધ આગમન.
રાજને બહુ પ્રસંન્ન પડ્યો, તેથી તને રાજાએ
For Private And Personal Use Only