________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
ભવનપતાકાની કથા.
(૩૭૭). ભેજન, પાન, શયન, આસન, પાત્ર, અન્ન, વસ્ત્ર અને ઉપયોગી ઔષધોને આપે છે તે પ્રાણુ અવશ્ય ઉત્કૃષ્ટ સુખ મેળવે છે. વળી જે મનુષ્ય સાધુઓને રહેવા માટે આશ્રય આપે છે તે જરૂર મોક્ષપુરીમાં જાય છે. જે જેનધમીઓનું વાત્સલ્ય કરે છે તે પ્રાણ નરક સ્થાનમાં જતા પિતાના આત્માને અટકાવે છે. જે પ્રાણુ જેનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સ્ત્રી, પશુ વિગેરેના સમસ્ત દોષવડે રહિત એવા શીલધર્મનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે તે દેવાંગનાઓ સાથે દિવ્ય સુખ ભેગવીને ફરીથી પણ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય
છે, તેમજ રાજલોકમાં પણ પૂજનીય બને છે. વળી જે પ્રાણી મેહ, લભ અને કામદેવને મથન કરનારી એવી ઉત્તમ સાધ્વીઓની ભક્તિ કરે છે તે દુર્લભ એવા પ્રવર સુખનું પાત્ર બને છે. તેમજ જે મનુષ્ય સમ્યકત્વમાં ૬૮ બુદ્ધિવાળા, શ્રીમદ્દ જીતેંદ્ર ભગવાનના ચરણ કમલમાં પ્રીતિવાળા અને ગુરૂજનની ભક્તિમાં તત્પર એવા સાધર્મિક જનની ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર તથા ભેજનાદિકવડે બહુ ભક્તિ કરે છે તે અવશ્ય સુરલોકનું સ્વામીપણું મેળવે છે. તેમજ આ લેકમાં જે પ્રાણું શીલવતી શ્રાવિકાઓની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે છે, તે જીવાત્મા અહીંયાં ઉત્કૃષ્ટ મનુષ્ય ભવના સુખને અનુભવ કરી પરભવમાં દેવાંગનાઓને અધિપતિ થાય છે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! બહુ સુખદાયક દાનનું ફળ જાણીને પોતાની શક્તિ પ્રમાણે દાનધર્મમાં તમારે ઉદ્યમ કરે. આ પ્રમાણે શ્રીમાન શ્રીચંદ્રમુનિના ઉપદેશને બહુમાન્ય આપી તેમના ચરણકમળમાં નમસ્કાર કરી ઉચિત સમય જાણી રાણે પોતાના સ્થાનમાં ગઈ. ત્યારબાદ તે રાણી ધર્મ બુદ્ધિવડે ગુરૂના વચન પ્રમાણે સાતે ક્ષેત્રમાં વિધિ સહિત દ્રવ્ય વાપરે છે. અનાથાદિક દુ:ખી જનેને પણ હમેશાં પ્રતિબંધ રહિત દાન આપે છે. એમ ધમ. રાધન કરતાં તેના ગર્ભના દિવસે પૂર્ણ થયા એટલે તે સમયે
For Private And Personal Use Only