________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભતિવડે જીવીઓને ઉત્તમ કરીએ પોતાના અને
(૩૭૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અધ, કૃપણ, કાર્પટિક અને બહેરા મૂંગાદિક પ્રાણુઓને દાન આપતી હું જૈનમંદિરમાં ભગવાનના દર્શન માટે જાઉં. તેમજ અત્યંત ભક્તિ વડે જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓની પૂજા કરું. દેષ રહિત કપે તેવું સાધુ સાધ્વીઓને ઉત્તમ પ્રકારનું દાન આપીને હું કૃતાર્થ થાઉં. આ પ્રમાણે પિતાના દેહલા રાણુએ પોતાના સ્વામીની આગળ કહ્યા. તે સાંભળી રાજા પણ બહુ ખુશી થયો અને તત્કાળ તેજ પ્રમાણે તેના મનોરથ પૂર્ણ કરવા માટે ગોઠવણ કરી આપી. ત્યાર પછી બીજે દિવસે જૈનમંદિરમાંથી ભગવાનની પૂજા કરી પણ પાછી વળી તે દરમીયાન ત્યાં જૈનમંદિરની મુખ્યશાલામાં શિષ્યાના પરિવાર સહિત વિરાજમાન, ગ્રહમંડલથી વ્યાસ પૂર્ણ ચંદ્રની શોભાને વહન કરતા, તેમજ સંયમ ભારના ધુંસરાને વહન કરવામાં ધુરંધર એવા શ્રીમાન્ શ્રી ચંદ્ર નામે સૂરદ્રનાં તેને દર્શન થયાં. એટલે બહુ આનંદપૂર્વક તેમને વંદન કરી તે ત્યાંજ બેઠી, સૂરિમહારાજે પણ અવસર જાણી ધર્મ દેશના પ્રારંભ કર્યો. ભવ્ય પ્રાણીઓએ ધર્મ સાધનની સામગ્રી પામીને ધર્મને
વિષે અવશ્ય ઉદ્યમ કરે. વળી તે ધર્મ ધર્મદેશના. જીતેંદ્ર ભગવાને દાન, શીલ, તપ અને
ભાવ એમ ચાર પ્રકારને કહ્યો છે, તેમાં જે શીલ, તપ અને ભાવ એ ત્રણ પ્રકારના ધર્મને સાધવાની શક્તિ ન હોય, તે પણ ગૃહસ્થાશ્રમીઓએ દાનધર્મ તે અવશ્ય પાળ જોઈએ. તેમાં પણ જે પરલેકમાં શાંતિ મેળવવાની ઈચ્છા હાય તે પરલોકના સાધનમાં પોતાનું ધન વાપરવું. જેમ કે – જૈનમંદિર બંધાવવાં, જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓ ભરાવવી, ઉત્તમ પ્રકારનાં પુસ્તક લખાવવાં, ચતુર્વિધ સંઘની સેવા કરવી. તેમજ જે મનુષ્ય રાગાદિ દેષથી વિમુક્ત થઈ મુનિરાજેને
આ સર્વિધ સંઇ અનિરા
For Private And Personal Use Only