________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
(૩૭૫) તેમજ સત્પરૂનું જીવન હમેશાં ધર્મ પ્રવૃત્તિમાંજ વ્યતીત થાય છે. હવે હું હારા પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત કહું છું તે તું સાવધાન થઈ સાંભળ. જે પુરૂષ અકસ્માત્ હાસ્ય વચનથી પણ અન્યને ખોટું આળ
ચઢાવે છે તે પુરૂષ ભવનપતાકાની પેઠે પરભવનપતાકાનું ભવમાં તેજ અપવાદને પ્રાપ્ત થાય છે. જેમકે દૃષ્ટાંત. આ ભરતક્ષેત્રમાં ઉત્તમ સુવર્ણમય જીનેંદ્ર
ભગવાનનાં અનેક મંદિર વડે વિભીષણ સહિત એવી લંકાપુરીનું પણ હાસ્ય કરતી અને દેખાવમાં બહુજ રમણીય કાંચનપુરી નામે નગરી છે. જેની અંદર અનેક શત્રુઓને પરાજય કરી અનેક રણસંગ્રામમાં લક્ષમી અને કીર્તિ સહિત
જ્યલક્ષમી જેણે મેળવી હતી એવો સિદ્ધરાજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમજ ઉત્કૃષ્ટ શીલવડે વિભૂષિત, ઉત્તમ રત્નની માલા સમાન શ્રેષ્ઠ ગુણેને ધારણ કરતી અને સુંદર વ્રતવડે સુશે. ભિત રત્નમાલા નામે તેની સ્ત્રી હતી. ધર્મિષ્ઠ એવાં તે બન્નેને કેટલેક સમય વિષય સુખમાં અનુક્રમે પસાર થશે. ત્યારબાદ એક દિવસ રાત્રિના સમયે રાણીને સ્વપ્ન આવ્યું. તેની અંદર ઉત્તમ સેનાને દંડ જેમાં શોભતું હતું, તેમજ લટકતી અનેક ઘુઘરીએના નાદ વડે સર્વ દિશાઓને ગજવતી અને સ્વચ્છ તથા વેત વસ્ત્રને છેડે જેને ફરકતું હતું એવી એક ઇવજપતાકા જોઈને તત્કાલ તે રાણ જાગૃત થઈ પિતે વિચાર કરી પોતાના સ્વામીને તે સ્વપ્નનું વૃત્તાંત તેણીએ નિવેદન કર્યું. તે સાંભળી રાજા છે, હે મૃગાક્ષિ! આ સ્વપ્નના પ્રભાવથી જરૂર હારે પુત્રી થશે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી રાણી બહુ ખુશી થઈ. ત્યારબાદ તેને બહુ હર્ષદાયક ગર્ભ રહ્યો. અનુક્રમે ગર્ભના પ્રભાવથી તે રાણીને આ પ્રમાણે ઘણું દેહલા ઉત્પન્ન થયા. યતિ, અનાથ, દિન,
For Private And Personal Use Only