________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સાગર બે, હે નરાધીશ! એમ છતાં પણ તે સર્વ હકિત જાણે છે અને વળી તે ધાર્મિક છે તેમજ અમારે સાક્ષી પણ તે છે માટે એને પૂછવાથી ખુલાસે થશે. તે સાંભળી વિમલે વિચાર કર્યો કે આ સમયે જે હું એને અપ્રમાણિક છે એમ કહીશ તો હાલજ હું અસત્યવાદી ઠરશે એમ જાણું તે મન રહ્યો. ત્યારબાદ રાજાએ કમલકીને બોલાવીને સ્નેહપૂર્વક પૂછયું, આ સાગર અને વિમલનું વૃત્તાંત તમે જાણે છે. માટે તેમાં જે ખરેખર સત્ય વાત હોય તે અમને કહે, કેમકે આ વિવાદના ચૂકાદાને આધાર તમારા ઉપર રાખેલે છે. માટે હે પુરૂષ! તુલાની માફક પુત્ર અને પશુ વિષે પણ સમાન વૃત્તિ રાખી આ વિવાદને તમે નિર્ણય આપો. સત્યવક્તા કમલશ્રેષ્ઠી બેન્ચે, હે રાજન ! પ્રથમ આ૫
મહારૂં કહેવું સાંભળે. સર્વ દેવેંદ્રો જેમની કમલ છીની સેવામાં હાજર રહેલા છે એવા સર્વજ્ઞ ભગસત્યતા. વાન હારા દેવ છે અને ત્રણે લેકમાં શિરે
મણિ સમાન, તેમજ તૃણ અને મણિ રતમાં સમાન બુદ્ધિવાળા એવા મુનિ મહારાજ મહારા ગુરૂ છે, માટે કોઈ પણ સમયે હું અસત્ય બેલતે નથી, અને જે કદાપિ તે પ્રસંગ બને તે તે દેવ તથા ગુરૂને પણ હું કલંક્તિ કરનાર થાઉં. વળી હે નરેંદ્ર ! ધનાંધ પુરૂષે પોતાના કુલને કલંકિત કરે છે. તેમજ જૈન ધર્મને જ્ઞાતા પુરૂષ અસત્ય બોલવાથી વિશેષ કરીને કુળને કલંક લગાડે છે. વળી મિત્ર અને પુત્રના કાર્યોમાં કેટલાક લેકે અસત્ય વચન બોલે છે, તે પણ બહુ અગ્ય ગણાય, કારણ કે સત્યરૂપી સુવર્ણની આ એક કસોટી છે. કેઈપણ બુદ્ધિમાન પુરૂષ સ્વ તથા પર કાર્યમાં અસત્ય વચન બોલતા નથી, પરંતુ તેમ બોલવામાં વિશેષે કરીને રાગ અથવા બ્રેષજ કારણભૂત હોય છે. આ સંસારમાં ઉત્પન્ન થએલા સર્વે અને પુત્ર અને મિત્ર સમાન છે,
For Private And Personal Use Only