________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમષ્ટિ કથા.
(૩૭૧) બ્રાહ્મણે તે ડાળીઓ જળથી શુદ્ધ કરી લીધેલી હતી. વળી તે બ્રાહ્મણ નીચે ઉતરેલો તે વખતે તેનાં પગલાં ધૂળમાં પડેલાં અને તેઓની ઉપર માખીઓ બેઠેલી હતી તે ઉપરથી તે બ્રાહ્મણ કુષ્ઠ રોગી છે એમ જાણ્યું. ત્યારબાદ તરીઓ ઉપરથી નીચે ઉતરી ગર્ભવંતી સ્ત્રી બેરડીના વનમાં ઘાસ ઉપર બેઠી અને જમણે હાથનો ટેકે દઈ ઉભી થએલી તે ઉપરથી તે સ્ત્રી પુત્રવાળી છે, તેમજ શરીરની શુદ્ધિ માટે ઢાળેલા જળ ઉપરથી તેણીએ શરીરે કુકમને લેપ કરેલ છે. બેરડીના કાંટાઓમાં વળગી રહેલા લાલ તંતુઓ જેવાથી તેણીએ લાલ વસ્ત્ર ઓઢેલું છે. વળી નગરમાંથી નીકળતાં તે સ્ત્રી પાછા પગે ચાલતી હતી અને અવળા મુખે જોતી હતી તે ઉપરથી તે રીસાએલી છે. એટલામાંથી ખરી પડેલાં પુષ્પ જોઈ બકુલ પુપોની માળા ધારણ કરેલી અને પગે પાટો બાંધેલ હોવાથી છિદ્ર પડેલું છે એમ મહેં જાણ્યું. ફરીથી રાજાએ પૂછયું, હે સાગર ! તે ગાડાની આગળ તરીયલ જોડેલું છે તે હું કેવી રીતે જાણયું? સાગર બે, હે સ્વામિન્ ! તે સંબંધી મહારૂં વિજ્ઞાન સાંભળે. જે ગાડામાં પાકી કેરીઓ ભરેલી હોય તેમાં માણસ બેસી શકે નહીં, અને ધુંસરા ઉપર પણ હાંકનાર માણસ એકજ બેસી શકે, બીજે બેસે તે સંભવ હોતો નથી. વળી સ્ત્રીનાં પગલાં ધળમાં પડેલાં દેખાતાં નહોતાં અને હું સરે જોડેલા બળદ પણ ગાડું ખેંચે તેવા મજબુત નહોતા તે ઉપરથી તેને તરીઓ જોડેલી હતી એમ નકકી જાણ્યું. આ પ્રમાણે તે સર્વ હકિકત જાણી રાજા બોલ્યા, હે સાગર ! આ બાબતમાં કોઈપણ સાક્ષી છે? સાગર છે, તે સ્વામિન્ ! વિમલના પિતા કમલશ્રેષ્ઠી જ પતે આ સર્વ વૃતાંત જાણે છે. નરેંદ્રબે, હે સાગર! કમલશ્રેષ્ઠીને પૂછવા માટે તે પ્રથમ પણ હું કહ્યું હતું. પરંતુ તે વિમલને પિતા છે માટે હારી તરફનું તે બેલશે નહીં અને આ સર્વધન તેનેજ સ્વાધીન થશે. ત્યારે
For Private And Personal Use Only