________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલશ્રેષ્ઠિ કથા.
( ૩૬૯ )
કલંકિત ન કર. એ પ્રમાણે કમલ શ્રેષ્ઠીએ બહુ સમજાવ્યે તાપણુ વિમલ વાયુથી પ્રેરાયેલા અગ્નિની પેઠે પ્રજ્વલિત થઇ ભ્રકુટી ચઢાવી ખેલવા લાગ્યા, હે તાત ! હાલમાં મ્હારૂ કહેવુ શું છે તે તમે સાંભળતા નથી અને પ્રથમની વાત સંભાળેા છે. હવે વિષની માક પ્રથમની તે વાત પડતી મૂકેા, તેનું હવે કંઇ કામ નથી. તમે પણ મુખે મધુર અને પરિણામે વિષ સમાન છે, માટે માન વ્રત ધારણ કરી પેાતાના ઘરમાં એક તરફ બેસી રહેા અને પેાતાની શક્તિ મુજખ જૈનધમ નુ ભજન કરે. મ્હારા કહ્યા પ્રમાણે વર્તાવાની તમ્હારે કંઈ જરૂર નથી. ભલે તમે તમારૂં ધાર્યું કરેા ! આ પ્રમાણે પેાતાના પિતાને ઠપકે આપી વિમલ વણિક રાજાની પાસે ગયા, અને તેમના ચરણમાં પ્રણામ કર્યાં બાદ ભેટ મૂકીને તે નીચે બેઠા.
રાજાએ કુશળ વૃત્તાંત પૂછ્યું' કે, હે વિમલ !તમે બહુ દિવસે દેખાયા. દેશાંતર જઇને કેટલું દ્રવ્ય મેળવ્યું? ખાદ નૃપસભામાં વિમલ એહ્યા, હૅસ્વામિન! આપના પ્રતાપથી ન્યાય. સ કુશલ છે. પરંતુ એકદમ વરસાદ પડવાથી કેટલાક દિવસ મ્હારે ત્યાં રાકાવુ પડ્યું. વળી હે રાજાધિરાજ ! ત્યાં જવાથી મ્હે' બહુ દ્રવ્ય મેળવ્યુ છે. પરંતુ સાગરશ્રેષ્ઠીએ તે મ્હારૂ સર્વ ધન અહીં આવ્યા પછી લઈ લીધુ છે. તે લઇ લેવાનું શું કારણ ? તે સંબંધી કિકત આપ તેને અહીં એલાવી પૂછી જુઓ. ત્યારબાદ રાજુએ સાગરને મેલાવીને પૂછ્યું. એટલે સાગરે નમ્રતાપૂર્વક જણાવ્યુ` કે, હે નરાધીશ! આપ કૃપા કરી આ બાબત કમલશ્રેષ્ઠીને પૂછે. કારણ કે તે અમારા બન્નેના સાક્ષી છે. તે સાંભળી વિમલ બેન્ચે, રે ધૃષ્ટ ! આમ્હારૂં સવ ધન હું. પેાતે લઈ લીધુ છે અને કમલશ્રેણીને વાત પૂછાવે છે તેમજ
२४
For Private And Personal Use Only