________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જન્મ થાય કિવા નવીન જન્મ થાય એ બન્નેનો સમાવેશ એકજ રૂપમાં થઈ શકે છે. દૈતમય આ સર્વ બ્રહ્માંડ જે અદ્વૈત હોય તે પાપ અને પુણ્ય ને વિભેદ શામાટે માન જોઈએ ? ભેદભેદને સંબધે જે વાસ્તવિક ન હેય તે સુકૃત, દુષ્કત, ધર્માધર્મ, નીતિ વિગેરેને સત્ય માનવામાં કર્યો લાભ સમજવો ? પિતાની અમૂલ્ય વસ્તુને વ્યય કરી પરોપકાર શા માટે કરવો ? અન્ય લેકોને પ્રાણાંત દુ:ખ આપીને પણ પિતાના નિધાન ભરવામાં શા માટે આંચકો ખાવો ? શ્રીમતિના પ્રાણ લેવા એ જે પાપ મનાતું હોય તે તેમનું સર્વસ્વ આપણું સ્વાધીન થાય એવી બીજું કયું પુણ્ય ? બલિષ્ટ જતુ નિર્બલને ખાઈ જાય છે અને જે પાપ માનવામાં આવે તે મસ્યાદિક પ્રાણીઓ સંતાનહીન શામાટે થતાં નથી ? જોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક લગ્નક્રિયાઓ શુભ મુહુર્ત માં વિધિપૂર્વક કરાય છે; છતાં આ દુનિયામાં આટલું બધું વિધવા મંડલ કેમ વધી પડયું છે ? ઉત્તમ પ્રકારની પ્રજાના લાભ માટે માનવગણ વિધિ પૂર્વક નિર્દિષ્ટ સમયે લમ સાધવાની બહુ તજવીત કરે છે, પરંતુ પશુ પક્ષિ વિગેરે અમાનવ પ્રાણીઓની સંતતિનો પાર હોતો નથી તો તેઓના શુભ લગ્નોની યોજના કાણ કરે છે? ચારીનું ધન વિષ સમાન કહેવામાં આવે છે, પણ તે ધન કાને આનંદ નથી આપતું ? આપણે પિતેજ મરણ વશ થઈએ છીએ તો પછી શુભાશુભ ફળ ભોગવવાને માટે અવશિષ્ટ કેણ રહે છે અને તેનો ભોક્તા કેણ થાય છે ? કોઈપણ દેવ પ્રત્યક્ષ પણે દેખાતા નથી તે તેઓના અસ્તિત્વમાં શું પ્રમણિ? વિગેરે ચાર્વાકાદિક નાસ્તિકના અનુચિત વિચાર તેમજ આસુરી કલ્પનાઓ પણ અપકવ બુદ્ધિના મનુષ્યને ઉપદ્રવ કર્યા કરે છે. હવે આ પૂર્વોક્ત પ્રશ્નોનું સમાધાન કેવી રીતે સંપાદન કરવું ?” આ કંઈ બજારની ચીજ નથી કે જેથી તરતજ આપણે ખરીદી લઈએ, પરંતુ ગીતાર્થ ગુરૂની પાસમાં રહી અધ્યાત્મ શાસ્ત્ર (બ્રહ્મવિદ્યા) નો અભ્યાસ કરવાથી જ આવી સંવાદિ કપનાઓ શાંત થાય છે અને દરેક પદાર્થોનું હસ્તામલકની માફક જ્ઞાન થાય છે. ન્યાય, વ્યાકરણાદિક અંગે, મંત્ર યંત્રાદિક શાસ્ત્ર અને ભૂગર્ભ શાસ્ત્ર વિગેરે લૌકિક વિદ્યાઓ યથાર્થ જ્ઞાન-અધ્યાત્મ જ્ઞાનનાં સાક્ષાત સાધન નથી કિંતુ પરંપરાએ તેઓ હેતુભૂત ગણાય છે, કારણકે તેઓમાં અધ્યાત્મતત્ત્વ પ્રતિપાદન કરવાની ઘટના હોતી નથી. આમ સંબંધી જ્ઞાન એજ સત્ય જ્ઞાન સમજવું.
For Private And Personal Use Only