________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
સંશય રૂપ સાગરના મોટા તરંગોની શ્રેણીઓ ઉપરાઉપરી આવ્યા કરે છે. તેથી તેઓનું હૃદય બહુ મુંઝાય જાય છે. આવી સ્થિતિમાં પણ તેઓને ભ્રાંતિ થાય છે કે આ કાર્ય કરીશું ? કે તે કરીશું ? આમાં ઉત્તમ લાભ થશે કે પેલામાં? આ પદાર્થ સાનુકૂળ થશે કે અન્યમાં આનંદ આવશે ? આ માર્ગે જવાથી જય સંપત્તિ મળશે કે અન્ય માર્ગે ? અહીં જવાથી કીર્તિ મળશે કે ત્યાં જવાથી ? એમ પ્રતિક્ષણે વિચારે બદલાયા કરે છે, વિષમાં રહેનારા જીવોને પરસનું ભોજન પણ વિષ સમાન આનંદ આપતું નથી, નારકીના જીવનને નરકવાસજ રમણીય લાગે છે. તેમજ મદિરાપાન કરનાર મનુષ્યો અમૃત કરતાં પણ મદિરાને અધિક જાણે છે. તેનું મુખ્ય કારણ સત્યજ્ઞાનને અભાવજ છે. પરંતુ જેઓ કંઈપણ વિચારશીલ અને સામાન્ય બુદ્ધિમાન તેમજ સારાસારની પૃથક્તામાંવિવેકી હોય છે, તેઓના હૃદયાવાસમાં વક્ષ્યમાણુ પ્રશ્નોની વિચાર આવ્યા વિના રહેશે નહીં. છેવટે “બને છેડાઓની સ્થિતિ એક સરખી હોય છે એ સિદ્ધાન્તને આશ્રય લઈ અતિ શાંત અથવા ઉદ્વિગ્ન દશાને અનુભવ્યા શિવાય રહેશે જ નહીં. સર્વ પ્રાણીઓને આધાર આ પૃથ્વી છે તે તેની આકૃતિ અને પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ચંદ્ર અને સૂર્ય પર્યાયવડે રાત્રીદિવસ ફર્યા કરે છે તે તેઓની ગતિ ક્યાં સુધી હશે ? અને તેમની ગતિના અભાવમાં શું હશે ? આપણી દ્રષ્ટિગોચર થતા સૂર્ય મંડલ સમાન અન્ય સૂર્યમંડલે અનેક પ્રકારનાં વિદ્યમાન છે એમ સાંભળવામાં આવે છે તો તે સૂર્યમંડલેની સંખ્યા કેટલી હશે? અને તેઓની મર્યાદા કેવી રીતે રચવામાં આવી છે તેમજ તેમની પેલી તરફના પ્રદેશનું સ્વરૂપ કેવું હશે ? આ જગતની મર્યાદા ક્યાં સુધી કેવા રૂપમાં હશે ? આ વિશ્વની સ્થિતી આ પ્રમાણે ક્યાં સુધી રહેશે ? આ જગતને પ્રલય થાય છે ત્યારે અવશેષમાં શું રહે છે ? આ દુનિયાની અંદર પૂજ્ય તરીકે ઈશ્વરજ માન્ય છે તે તે કેવા સ્વરૂપમાં છે? જે તે આકૃતિમાન હોય તે દ્રષ્ટિગોચર કેમ થતું નથી ? મરણકાલપછી પ્રાણીઓની શી સ્થિતિ થાય છે ? જે પાપનું પ્રાયશ્ચિત્ત ભોગવવાનું હોય તો દેહાંત થયા બાદ યમરાજ તેની શીક્ષા કેવી રીતે કરી શકે ? વળી યમદંડ ભોગવવાને ન હોય તો ઈશ્વરને ત્યાં ઘણોજ અવિવેક ગણાય ? સકર્મક પ્રાણીઓને પુનર્જન્મ થાય એ વાત સંભવિત છે કે નહીં ? ગત જન્મોનું આપણને વિસ્મરણ થવાથી પુન
For Private And Personal Use Only