________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લુબ્ધ થઈ પિતાના પ્રાણ ખેનારાં માછલીઓની સ્થિતિ ઉત્તમ પ્રકારની ગણી શકાય, કારણ કે તેઓ વિશેષ જ્ઞાનથી વિમુખ હેાય છે, અને માનવ જાતિમાં સર્વ પ્રકારનું જ્ઞાન હોય છે એમ આપણે માની બેઠા છીએ, વળી તે મત્સ્યતો બડિશની પ્રકૃતિથી અજ્ઞાત છે અને આપણે તો જાણીએ છીએ કે આ સંસાર મૃગજળ સમાન રીબાવનાર છે, છતાં પણ સંસાર રૂપી બડિશને આધીન થવા કેટલી લુપતા કરીએ છીએ ? આ ઉપરથી આપણે વિચાર કરવો જોઈએ કે સર્વ પ્રાણીઓ કરતાં આપણામાં વિશેષપણું શું છે ? માનવ અને અન્ય પ્રાણિઓમાં વિશેષતા તે માત્ર જ્ઞાનથી જ કહેવામાં આવે છે, કહ્યું છે કે
आहारनिद्राभयमैथुनञ्च, समानमेतत्पशुभिर्नराणाम् । ज्ञानं हि तेषामधिको विशेषो-ज्ञानेन हीनाः पशुभिः समानाः ।। १ ।।
અર્થ–“ આહાર, નિદ્રા, ભય અને વિષયભોગ આ સર્વ વ્યવહાર, પશુ અને મનુષ્યોને સમાન હોય છે, પરંતુ મનુષ્યને વિશેષ પ્રકારનું જ્ઞાન માત્ર અધિક હોય છે, છતાં તેઓ જ્ઞાનથી હીન હોય તે તેઓને પશુ સમાન જાણવા.” વળી સંસાર એ એક બડિશ જ છે અને ઈદ્રિયજન્ય વિષય ભગતે લેહ કંટકની સાથે ચોટાડેલું માંસ છે. તેમાં અતિશય લુબ્ધતાને લીધે આપણે તે સંસારરૂપ બડિશને અજ્ઞાનતાવડે એકદમ પિતાના મુખમાં પ્રહણ કરીએ છીએ. તેથી તેને પ્રાણનાશક તીર્ણ કટ આપણને વિધિ નાખે છે, એટલે તેની અનન્ય પીડાથી અસાધ્ય દુઃખ ભોગવતા આપણને અનેક પ્રકારના ઉહાપોહ કરવાની ચિંતાઓ આવી પડે છે. જેથી આત્મિક વિચાર તો દૂર રહી જાય છે, પરંતુ કાર્યકાર્યથી વિમૂઢ બની અધિક વ્યાળતાને આધીન થવાય છે. આ અનુભવ સંસારવ કયા મનુષ્યને અગમ્ય હશે ? આ ઉપરથી મહાન પુરૂષો કહે છે કે સત્યાસત્યનો નિર્ણય કોણ જુવે છે ? આ જગતમાં સમ્યફ વિવેકથી વિમુખ એવા દરેક પ્રાણીઓ પિતાની જીવન નાકા અવળે રસ્તે જ ચલાવે છે અને દરેક સમયે તેમને બહુ આઘાત લાગે છે. વારંવાર પિતાને સત્ય માર્ગ ભૂલી જવાથી આડે માર્ગે બહુ અથડાવું પડે છે. મેહધકારને લીધે માર્ગદર્શક નિશાને વિદ્યમાન છતાં પણ તેઓની દૃષ્ટિ નહીં થવાથી તેઓ દિગમૂઢ બની જાય છે. તેવામાં
For Private And Personal Use Only