________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०
તે પણ તેઓ તેને ચિરકાલ આનંદ આપતા નથી. માત્ર પ્રાપ્તિના સમયે જ નવીનતાને લીધે તેઓ ક્ષણ માત્ર શાંતિદાયક થાય છે, પરંતુ આખરે વિશેષ કામનાઓના બલવડે ચિત્તનું અસ્થિરપણું પ્રાપ્ત થવાથી તે મેળવેલા પણ સર્વ પદાર્થોને અસાર માની બહુ દુઃખી થાય છે. એટલું જ નહી પરંતુ પ્રાપ્ત થયેલા પદાર્થોને વિનિયોગ કેવી રીતે કરવો તે સંબંધી અજ્ઞાત હોવાથી તે સદુપયોગને બદલે કેવળ દુરૂપયોગ જ કરે છે તેથી તેઓ ઉલટા દુઃખજનક થઈ પડે છે. તે જ પ્રમાણે ગ્રીષ્મના તાપથી બહુ તૃષાથી આક્ત થયેલા મગલાઓ જેમ ક્ષાર ભૂમિમાં જળની ભ્રાંતિથી દેડતાં પોતાની અજ્ઞાનતાથી મહાન નિર્જન વનમાં રખડી મરે છે તેમ મનુષ્ય પણ જ્ઞાન સામગ્રીનાં સાધને સુલભ છતાં પણ તેઓને ત્યાગ કરવાથી બહુ દુઃખી થાય છે. વળી કઈક જન્માંધ પ્રાણુ રાજમાર્ગથી ભ્રષ્ટ થઈ પુનઃ તેની પ્રાપ્તિ માટે ઉદ્યોગ કરતે છતે જેમ અંધકૂપન ભોગી થઈ પડે છે તેમ સર્વ મનુષ્ય સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તેવા વિચારમાં ને વિચારમાં બહુ દુઃખી થાય છે, કારણ કે સમ્યક્ જ્ઞાનના અભાવે સુખને સર્વથા અભાવ હોય છે અને જ્ઞાનના અભાવમાં સુખને સદ્દભાવ હોય છે. એમ નહીં સમજતા પ્રાણીઓ સુખની પ્રાપ્તિ માટે જે જે પ્રયાસો કરે છે તે સર્વ સમ્યફદર્શન તથા સમ્યક જ્ઞાનની દુર્લભતાને લીધે શાખાનો ઉછેદ કરી પલ્લવની રચના, ઘર ભાંગીને દેવાલય બાંધવા, લેકમાં લુંટફાટ ચલાવીને સદાવ્રત ચલાવવા, પહેરેલું વસ્ત્ર મસ્તક ઉપર ઓઢી નીચેનું અંગ નગ્ન રાખવા, પ્રાસાદની રચના વિખેરીને મંડપ બાંધવા, ઘર બાળીને તાપણી કરવા, હાથી વેચીને ગર્દભ ખરીદવા તેમજ પોપટ વેચીને પાંજરું ઘડાવવા સમાનજ નિવડે છે. સામાન્ય બુદ્ધિના લેકે ધારે છે કે અમુક વસ્તુમાં કિંવા અમુક ઠેકાણે સુખ છે, પરંતુ તેઓની તે ધારણું સર્વથા નિષ્ફલ થાય છે, એટલું જ નહીં પણ સુખને બદલે કેવલ દુઃખજ પ્રાપ્ત થાય છે. માત્ર માનવ જાતિમાં જન્મ ધારણ કરવાથી આપણે એમ માનીયે કે આ જગતમાં ઉત્તમતા આપણને જ વરેલી છે, હેયાહય વસ્તુને વિવેક અને ગમ્યાગમ્ય, ભક્ષ્યાભર્યો વિગેરેનું જ્ઞાન પણ આપણામાં જ રહેલું છે. એ પ્રમાણે પિતાના વિચાર આપણે ગમે તેટલા લંબાવીએ તોપણ તે મંતવ્ય સમ્યક જ્ઞાનના અભાવે આચારમાં નહીં આવવાથી નિરર્થક છે. વળી આપણું કરતાં બડિશ (ગળ) માં
For Private And Personal Use Only