________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલી કથા
(૩૬૩) કમલશ્રી નામે તેની સ્ત્રી હતી. તેઓને નામવડે વિમલ અને આચારવડે સમલ એટલે મલ સહિત એવો એક પુત્ર હતે. વળી તે દેષાકર (દષા એટલે રાત્રીને કરનાર=
દેને આકર–ભંડાર) અને તે કલાઓનું કુલ ભવન હતે છતાં પણ એમ નહીં અર્થાત શાંતિદાયક નહોતે. એક દિવસ પોતાના પિતા કમલશ્રેણીએ ના પાડી છતાં પણ તે વિમલ વ્યાપાર કરવા માટે દેશાંતર જવા તૈયાર થયે. અને તે દેશમાં ખપે તેવાં અનેક પ્રકારનાં કરીયાણાનાં ગાડાં ભરી બહુ બળદ પાસે ખેંચાવી સ્થળ માગે તે ચાલતે થયે. વળી પિતાની સાથે બીજા પણ ઘણું વેપારીઓને તેણે લીધેલા છે. અનુકમે તેઓ સોપારક દેશની નજીકના મલયપુર નગરમાં ગયા. ત્યાં પિતાની વસ્તુઓ વેચીને ત્યાંથી બીજું કેટલુંક કરીયાણું તેઓએ ખરીદ કર્યું અને તેનાં ગાડાં ભરી પોતાના દેશ તરફ પ્રયાણની તૈયારી કરી. તેટલામાં અકસ્માત્ અકાલ વૃષ્ટિ થઈ. ક્ષણમાત્રમાં અપાર જળ પડવાથી સર્વ માર્ગો પૂરાઈ ગયા. તેથી પ્રયાણ બંધ રાખી કેટલાક સમય તેઓ ત્યાંજ રહ્યા. એવામાં સાગર નામે એક વણિક સમુદ્ર ઉતરીને તે નગરમાં આવ્યું. ત્યાં આવતાંજ તેને વિમલે જોયે. અહે! આ મહારા નગરને વેપારી છે. એમ જાણું વિમલે બહુ સત્કારપૂર્વક તેની ભક્તિ કરી અને કહ્યું કે, તમે અહીં આવ્યા તે બહુ સારું થયું, કેમકે હવે આપણે બને આપણા દેશમાં સાથે જઈશું. આ પ્રમાણે વિમલને પ્રેમ જોઈ બહુ સંતુષ્ટ થએલો સાગર વણિક બે, હે ભાઈ! તમે પંદર દિવસ અહીં રહે તે બહુ સારૂં, કેમકે તેથી તમ્હારી સાથે મહારે પણ વાતચિતની ગમ્મત આવે અને તેટલામાં કેટલુંક કરીયાણું વેચી તેના બદલામાં બીજું કંઇક ખરીદીને હું પણ આપની સાથેજ દેશમાં આવીશ. કારણકે અહીંયાં વાણિયાઓની સાથે મહારે કેટલાક વેપાર બંધ બેઠે છે. વિમલે તેનું વચન માન્ય કરી
For Private And Personal Use Only