________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
મિત્ર સિહમંત્રીએ પ્રયાણુથી આરંભી અહીં આવ્યા સુધીનું સર્વ વૃત્તાંત યથાર્થ રીતે રાજાની આગળ નિવેદન કર્યું. તે સાંભળી હેમચંદ્ર રાજા બહુ પ્રસન્ન થયા અને બીજે દિવસે પેાતાના રાજ્યમાં તે કુમારને સ્થાપન કરીને પાતે શ્રી અભયદેવ સૂરિ પાસે નિવદ્ય દીક્ષા ગ્રહણ કરી.
વિધિ પ્રમાણે ચારિત્ર પાળતા એવા તે હેમચંદ્ર મુનિ સમગ્ર અંગાપાંગના અભ્યાસ કરી અનુક્રમે ગીતા હેમચંદ્રમુનિ થયા. ત્યારબાદ અભયદેવ સૂરીશ્વરે પેાતાના સૂરિપદે તેમને સ્થાપન કર્યો. પછી તે હેમચંદ્ર
મુનિ ભવ્યજનાને પ્રતિાધ આપતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા. જૈનશાસનની પ્રભાવના રૂપી દર્પ`ણુ જેના હસ્તમાં રહેલું છે એવી તપશ્ચર્યા રૂપી સ્ત્રીના સંગમાં હમ્મેશાં રહ્યા છે છતાં પણ તે મુનિ બ્રહ્મચારી વર્ગ માં ચઢાણ સમાન ગણાતા હતા, વળી તે ભવ્ય પ્રાણીઓને સુગતિ માર્ગ ના ઉપદેશ આપતા હતા એટલુ જ નહીં, પરંતુ દુર્મતિને નરકાદિકના ભયના પણ ઉપદેશ આપતા હતા. તેમજ તે સૂરીશ્વર હમ્મેશાં દેશના રૂપી પટહુઘાષાવડે સર્વ જીવાને અભયદાન આપતા હતા. વળી જેમના ઉપદેશ માત્રથી સર્વ રાજાએ તત્કાલ જીનેભગવાનના શાસનને ઉત્તમ સુવર્ણમય કલશ અને ધ્વજદડા વડે સુશોભિત કરવા લાગ્યા તેમજ રથયાત્રાએ અને અષ્ટાન્તિક મહાસવા વડે ખલ પુરૂષને ક્ષેાભકારક એવું સમસ્ત જૈનશાસન દ્વીપવા લાગ્યું. એમ અનેક પ્રકારના ઉદ્યોત કરતા, તેમજ સૂર્યની માફક તપશ્ચર્યા રૂપી કિરણાના સમૂહવડે માંડલિક નૃપાદિકના મેહરૂપી અંધકારને દૂર કરતા હેમચંદ્ર સૂરીશ્વર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
ભુવનમત રાજાએ પણ સદેાદિત રાજ્યની વ્યવસ્થા એવી ચલાવી કે ગત કાલને પણ સજ્જને જાણતા નથી. વળી જ્યાં પા
For Private And Personal Use Only