________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પરિભ્રમણ કરતાં આઠ ચક મુકેલાં છે. તેમાં કેટલાંક ડાબાં અને કેટલાંક જમણું ભમ્યા કરે છે. તેઓની નીચે પૃથ્વી ઉપર તેલથી ભરેલી એક કુંડી બેઠવી છે. તેમાં પડેલા તે પુત્તળીના પ્રતિબિંબને જોઈ સ્થિર ચિત્તે કિંચિત્ માત્ર પણ ઉપર જોયા વિના નીચિ દૃષ્ટિએ પુત્તળના વામ નેત્રની કીકી (તારા) વિધવાની છે. આ પ્રમાણે સઘળી ગોઠવણ કરેલી છે. ત્યારબાદ શ્રીષેણ રાજા બલ્ય, હે રાજકુમારે! જે કોઈ આ રાધાવેધ કરશે તે પુરૂષ આ કન્યાને વરશે. પરંતુ તેમાં આ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીં આવેલા સવ રાજકુમારોનાં નામ ભાજપત્રમાં લખી તે ચીઠ્ઠીઓ માટીના ગાળામાં લપેટી તે સર્વ ગળીઓ એક હેટા સોનાના ગળામાં નાખેલી છે, તેમાંથી અમારે પુરેહિત એક એક ચિઠી. બહાર કાઢશે અને તેની અંદર જેનું નામ આવશે તે રાજકુમારે રાધાવેધ કરવા ઉભા થવું. એ પ્રમાણે સર્વે ને તે ઠરાવ સંભળાવ્યા બાદ પુરેહિતે પ્રથમ ચીઠી કાઢી એટલે તેમાં અધ્યા નરેશના પુત્ર મકરધ્વજનું નામ આવ્યું, તેથી તે ઉભે થયે અને પોતાના હાથમાં ધનુષ લઈ ધનુર્વેદના ગર્વ વડે તેને કુંડાલાકાર ચઢાવીને વિધિ પ્રમાણે તેણે બાણ માર્યું. પરંતુ શુદ્ધ વ્રતધારી મુનિના હૃદયમાં કામદેવના બાણની માફક તે બાણ ગળાકાર ઉલટપાલટ ફરતા એવા ચકના આરાઓમાં અથડાઈને ભાગી ગયું. તેવી જ રીતે બીજા કેટલાક રાજપુત્રો પણ પિતાને પ્રયત્ન નિષ્ફળ થવાથી મકરવજ રાજકુમારની માફક લક્ષ્ય હીન થઈ ગયા. ત્યારબાદ પુરેહિતે અવસર જણાવ્યા કે તરતજ શ્રીભુવન મલ્લકુમાર ઉભે થયે, અને ધનુષ સજજ કરી બાણ ચઢાવી અજુનની માફક તેણે રાધાની. વામ તારા વિંધી નાખી એટલે લેકોએ જય જય શબ્દ વડે મંડપ ગજાવી મૂક્યો. તેમજ પિતાનું જીવન સફલ માનતી તે બાળાએ કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. ત્યારબાદ શ્રીષેણ રાજા છે, રાધાવેધની પ્રતિજ્ઞારૂપ મહાસાગરમાં ડુબતી અને સમસ્ત સ્ત્રી
For Private And Personal Use Only