________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહમંત્રી થા.
(૩૫) જાએ વિજ્યપતાકાને પોતાની સાથે લઈ જઈ હવેલીમાં પિતાની કન્યાની પાસે મૂકી. તેમજ તેના માટે સર્વ ઉપચાર કરવાની ગોઠવણ કરી. ત્યારબાદ રાજાએ હુકમ કરી પ્રથમ નિર્માણ કરેલ રાધાવેધને મંડપ સજજ કરાવ્યું. શ્રીબેરાજાએ નિર્માણ કરેલા રાધાવેધના દિવસે સર્વ રાજકુ
મારોને નિમંત્રણ કરી બતાવ્યા, તેથી સર્વે રત્નમાલાની રાજકુમારે પોતે પિતાના અધિકાર પ્રમાણે પ્રતિજ્ઞા. સજજ થઈ તે મંડપમાં ગયા. તેમજ ભુવનમાં
બ્રકુમાર પણ અસુરેદ્ર તરફથી મળેલાં ઉત્તમ વસ્ત્રાભરણે પહેરીને સર્વ સૈન્ય સહિત હાથી ઉપર સ્વારી કરી સ્વયંવર મંડપ આગળ આવ્યા અને હસ્તી ઉપરથી તે નીચે ઉતર્યો. બાદ માઉપર ગોઠવેલાં સિંહાસન ઉપર બેઠેલા એવા રાજકુ મારે વડે સુશોભિત, તેમજ તેઓના મુકુટમણિઓની વિશેષ કાંતિરૂપ જટાને ધારણ કરતા અને તેને આનંદ આપતા એવા, ઇંદ્રની સભા સમાન તે મંડપમાં પોતાની કાંતિવડે અન્ય રાજકુ માને નિસ્તેજ કરતા તે કુમારે ઈન્દ્રની માફક પ્રવેશ કર્યો. તે સમયે પોતાના પિતા પાસે બેઠેલી રત્નમાલા તે કુમારને જોઈ તેમજ પરિજનના કહેવાથી તેના ગુણ જાણું બહુ વિસ્મત થઈ ગઈ અને પિતાના હૃદયમાં ચિંતવવા લાગી. રે દેવ ! પુરૂષોમાં રત્ન સમાન આ ઉત્તમ વર પ્રાપ્ત થયે છતે હે રાધાવેધની બુદ્ધિ હને કેમ આપી? અથવા હવે શોક કરવાનું કંઈ કારણ નથી, એમ ધારી તેણુએ પુનઃ પ્રતિજ્ઞા કરી કે જે આ કુમાર વિના અન્ય કોઈ પણ રાધાવેધ કરશે તે મહારે મરણ એજ શરણ છે. હવે મંડપની અંદર ઘણે ઉંચે અને મજબુત એ એક
સેનાને સ્તંભ રોપે છે. તે સ્તંભની ઉપર રાધાવેધ. સેનાની એક પુતળી નીચે મુખે સ્થાપન
કરેલી છે. વળી તે પુતળીની નીચે બહુ વેગથી
For Private And Personal Use Only