________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૨).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર માટે આપણે તૈયાર થાઓ, દૂઢ પરાક્રમ ધારણ કરે અને સર્વથા ક્ષેભને ત્યાગ કરે. કેમકે સાહસથી દેવ અને દેવ પણ સાધ્ય થાય છે. સાહસ પ્રવૃત્તિવાળા ધીર પુરૂષે જ્યાં સુધી કાર્યને પ્રારંભ નથી કરતા ત્યાં સુધીજ પર્વતે પણ તેમને દુધ્ધિ થાય છે તેમજ સમુદ્રો પણ દુર્લભ ગણાય છે. એમ વિચાર કરી તેઓ આડંબર સહિત સજજ :થયા તેટલામાં અસુરેંદ્રની આજ્ઞાવડે દેએ કરેલી સ્તુતિ તેઓના સાંભળવામાં આવી. જેમકે હેમચંદ્ર રાજાના કુળરૂપી કુમુદ વનમાં ચંદ્ર સમાન, સાત્વિક પુરૂષમાં ચૂડામણિ સમાન, ઉત્તમ જ્ઞાન ધારક અને યથાર્થ નામ ધારક એવા હે શ્રી ભુવનમલ્લ કુમાર ! તમે ચિરંજીવી થાઓ. પશુ સરખાઓના કાર્યમાં પણ જે તે પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે તે હારી તુલનાને કયે પરોપકારી પુરૂષ પામી શકે ? એ પ્રમાણે દેવતાએના મુખથી પિતાના સ્વામીનું ગુણ કીર્તન સાંભળી તેઓએ અકસ્માત્ વિમાનમાં બેઠેલા કુમારને જે કે તરતજ તેઓ રોમાંચિત થઈ ગયા અને પૃથ્વી પર દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. કુમાર પણ ઝટ વિમાનમાંથી નીચે ઉતરી તેઓને ઉભા કરી બહુ પ્રેમપૂર્વક ભેટીને આજ્ઞા આપી એટલે દેવી સહિત અસુરેંદ્રને પ્રણામ કરી તેઓ સવે ઉચિત સ્થાને બેસી ગયા. ત્યારબાદ અમિતગતિએ મંત્રી પ્રમુખ પ્રધાન પુરૂષેની આગળ કુમારનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. પછી ઉત્તમ મુક્તાફલની માળાઓથી સુશોભિત એવા મણિમય ચતુષ્કભવનમાં કુમારને બેસાડી તેના ભાલ સ્થલમાં દેવીએ મુક્તાફલની શેષા (અચો) કરી. અસુરે કુમારના હસ્ત કમલમાં વસ્ત્રાભરણ આપ્યાં, તેમજ તેના સર્વ પરિવારને પણ વસ્ત્રાદિક અલંકારવડે ચાચિત સત્કાર કર્યો, ત્યારબાદ કુમારની ઉપમાતા (ધાવ)નો પણ સારી રીતે સત્કાર કરી તેના ખોળામાં વિજયપતાકાને બેસાડી. પશ્ચાત્ અસુરેંદ્ર બલ્ય, આ હારી પુત્રી હવે
For Private And Personal Use Only