________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહમંત્રી કથા.
(૩૫૧) કંઠવાળી કેયલના કંઠ સમાન સુંદર નાદવડે ગુરૂકમીઓને પણ વૈરાગ્ય ઉપન્ન કરતી એવી વિજયપતાકાનું સ્તવન સાંભળો તે કુમાર અરણ્યમાં વીણાના નાદથી મેહિત થએલા મૃગલાની માફક તે સ્તવન પૂર્ણ થયું ત્યાં સુધી ચિત્રલિખિત હેયને શું ? તેમ સ્થિર થઈ રહ્યો. ત્યારબાદ કુમાર દેવ વંદન કરી નિવૃત્ત થયો કે તરતજ તેના હૃદયને ખરીદ કરતી એવી તે વિજયપતાકાએ મૂલ્યની માફક તે કુમારને વંદન કર્યું. પછી તે બન્નેને તે અસુરેંદ્ર સભા સ્થાનમાં લઈ ગયા. અને કુમારને કહ્યું કે, હે વત્સ! સર્વથા આ કન્યાને હારા શરણમાં હું અર્પણ કરું છું, માટે તું પાણિગ્રહણ કરી એને કૃતાર્થ કર. હવે કૃપા કરી આ કાર્યમાં વિલંબ કરીશ નહીં. કુમાર બલ્ય, હેઅસુરેંદ્ર! આપની આજ્ઞા હું સર્વથા માન્ય કરું છું. તેથી તેમને હારી સાથે મહારા મકાનમાં મેકલે, કારણ કે જે લગ્ને મ્હારા મામાની દીકરીને હું પરણીશ તેજ દિવસે આ હૃદયગૃહીત બાળાનું પણ પાણિગ્રહણ કરીશ, માટે હવે અહીં ક્ષણમાત્ર પણ વિલંબ કરે હારે ઉચિત નથી, કેમકે હારો પરિજનવર્ગ હારૂં અકુશલ જાણું ક્ષણાર્ધ પણ બહુ દુઃખથી વ્યતીત કરતો હશે. ત્યારબાદ આભિગિક દેવોએ બનાવેલા વિમાનમાં દિવ્ય
વસ્ત્ર અને અલંકારવડે વિભૂષિત એવા કમારઅને વિજ- કુમાર અને વિજયપતાકાને બેસાડીને દેવી,
યપતાકાનું સામાનિક દેવ, આત્મરક્ષક, તેમજ અન્ય સૈન્યમાંગમન. પરિજન સહિત અમિતગતિ અસુરેંદ્ર પોતે
પણ તેમાં બેસીને ક્ષણમાત્રમાં તેના સૈન્ય સ્થાનમાં લઈ ગયે. દશે દિશાઓમાં પ્રકાશ આપતું એવું તે વિમાન જોઈ મંત્રી પ્રમુખ પુરૂષ કહેવા લાગ્યા કે જરૂર આ કંઈક આવે છે, ઘણું કરીને જેણે કુમારનું હરણ કર્યું છે તે જ આ હોવો જોઈએ
For Private And Personal Use Only